શાળા માટે કેન્દ્ર સંચાલકની કામ ચલાઉ નિમણૂંક માટે અરજી મંગાવાઈ - At This Time

શાળા માટે કેન્દ્ર સંચાલકની કામ ચલાઉ નિમણૂંક માટે અરજી મંગાવાઈ


શાળા માટે કેન્દ્ર સંચાલકની કામ ચલાઉ નિમણૂંક માટે અરજી મંગાવાઈ

ગઢડા મામલતદારની યાદી મુજબ ગઢડા તાલુકાના નવા રાજપીપળા(કેન્દ્ર નં.૯૧),પીપરડી(કેન્દ્ર નં.૩૭)તથા પડવદર(કેન્દ્ર નં.૩૦)પ્રાથમિક શાળા માટે કેન્દ્ર સંચાલકની ખંડ સમયની નિમણૂંક માટે વર્ષ ૨૦૨૩-૨૪ ના શૈક્ષણિક વર્ષ માટે કામ ચલાઉ ધોરણે માનદ વેતનથી નિમણૂંક આપવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.ઉમેદવાર એસ.એસ.સી પાસ હોય તેવી વ્યકિતની પસંદગી કરવામાં આવશે.વય મર્યાદા ૨૦ વર્ષથી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોવી જોઈએ તથા સ્થાનિક ગામનો રહીશ હોવો જોઈએ વિધવા તેમજ ત્યકતા બહેનોને અગ્રતા આપવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.