રાજકોટમાં દોઢ વર્ષનું બાળક એક માસથી બીમાર, નિદાન કરતાં શ્વાસનળીમાં શીંગદાણો ફસાયાનું ખૂલ્યું, તબીબે દૂરબીનથી બહાર કાઢ્યો
બાળકો અવારનવાર રમતા રમતા કાંઈકને કંઈક મોઢામાં નાખી દેતા હોય છે. જે બાદ તે શ્વાસનળીમાં ફસાઈ જતા ગંભીર પરિસ્થિતિ સર્જાતી હોય છે. તેનો એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો હતો. જેમાં દોઢ વર્ષની માસુમ બાળકની શ્વાસનળીમાં 1 મહીનાથી શીંગદાણો ફંસાયો હતો. આ કારણે બાળક સતત બીમાર રહેતું હતું. જે બાદ બાળકને ડોક્ટર પાસે લઈ જવાતા માસુમની શ્વાસનળીમાં શીંગદાણો ફંસાયો હોવાનું સામે આવ્યું હતું. દૂરબીન વડે તપાસ કરી આ બાળકની શ્વાસનળીમાં ફંસાયેલા શીંગદાણાનાં કટકાઓ બહાર કાઢી તેને નવજીવન અપાયું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.