વડાલી શહેરની શ્રી બી.જી શાસ્ત્રી હાઈસ્કૂલમાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી - At This Time

વડાલી શહેરની શ્રી બી.જી શાસ્ત્રી હાઈસ્કૂલમાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી


વડાલી શહેરની શ્રી બી.જી શાસ્ત્રી હાઇસ્કુલ માં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

તારીખ 5 મી સપ્ટેમ્બર એટલે વિશ્વ શિક્ષક દિન આ દિવસે દરેક સ્કૂલોમાં શિક્ષક દિનની વિશેષ ઉજવણી કરવામાં આવે છે

શિક્ષક દિન અંતર્ગત વડાલીની શ્રી બી.જી શાસ્ત્રી હાઇસ્કુલ માં વિદ્યાર્થીઓ દ્વારા સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

શિક્ષક દિન નિમિત્તે ધોરણ 5 થી માંડીને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષક બનીને શિક્ષણનું કાર્ય કર્યું હતું અને વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા તેમજ આપણા જીવનમાં શિક્ષકનું શું મહત્વ રહેલું હોય છે તે સમજવામાં આવ્યું હતું

બી જી શાસ્ત્રી હાઈસ્કૂલના આચાર્યશ્રી ડૉ. હસમુખભાઈ પટેલ સાહેબે આપણા જીવનમાં શિક્ષકનું શું મહત્વ છે તે વિશે વિસ્તૃતમાં વિદ્યાર્થીઓને સમજ આપી હતી શિક્ષક એ શિક્ષણ જગતનો મૂળભૂત પાયો કહેવાય છે શિક્ષકને આપણે ગુરુ નો દરજ્જો આપીએ છીએ

માનવીનો જન્મ થાય છે પછી માતા આપણને સમજ આપે છે અને સૌથી વધારે જીવનમાં ઉતારવા જેવી શીખ તો એ શિક્ષક જ આપી શકે

શિક્ષક દિન નિમિત્તે ઘણા બધા બાળકોએ એક દિવસ માટે શિક્ષક બનીને તેમને પ્રેરણા મળી કે શિક્ષક એ સાચા અર્થમાં ગુરુ કહેવામાં આવે છે અને એ ગુરુનું ઋણ આપણે કઈ રીતે અદા કરીશું

અંતમાં શ્રી બી.જી શાસ્ત્રી હાઇસ્કુલ નો સમગ્ર શિક્ષક સ્ટાફ અને આચાર્યશ્રી ડૉ .હસમુખભાઈ પટેલ સાહેબ તેમજ ટ્રસ્ટીશ્રી કાંતિભાઈ પટેલ સાહેબે શિક્ષક દિન નિમિત્તે શિક્ષક બનનાર તમામ વિદ્યાર્થીઓનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891


9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.