સરલા નાં યૂવાને મુળી પોલીસ સ્ટેશનમાં ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા પ્રેમ પ્રકરણ કારણભૂત
* *મુળી ના સરલા નાં યુવાને મુળી પોલીસ સ્ટેશનમાં ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા*
*ધારાસભ્ય ઋત્વિક મકવાણા દોડી આવ્યા સ્વજનોને આપી સાંત્વના*
મુળી તાલુકાનાં સરલા ગામનો યુવાન આજે સવારે મુળી પોલીસ સ્ટેશનના પાછળ નાં ભાગે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે ત્યારે જાણવા મળતી વિગતો મુજબ આ યુવાન ને ખંભાળિયા ની યુવતી હિરલ સાથે પ્રેમ થયો હતો અને હિરલ સરલા મુકામે છેલ્લા છ મહિનાથી રહેતી હોય અચાનક બે દિવસ પહેલા તે ગુમ થઈ ગઈ હતી ત્યારે આ યુવાન શોધખોળ હાથ ધરી હતી જેમાં આજે વહેલી સવારે મુળી તાલુકાનાં પોલીસ સ્ટેશન માં પાછળ ના ભાગે વૃક્ષ ઉપર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી પોલીસ દ્વારા તુરંત તેઓનાં સ્વજનો ને જાણ કરવામાં આવી હતી આ ખબરની જાણ મળતાં ચોટીલા ધારાસભ્ય શ્રી ઋત્વિક મકવાણા પણ મુળી ખાતે આવી પહોંચ્યા હતાં અને સમગ્ર ઘટનાની જાણ લીધી હતી અને સરલા મૃતક નાં સ્વજનો ને મળી સાંત્વના આપી હતી આ યુવાન નાં પિતા નું પણ જ્યારે પ્રેમલગ્ન થયાં ત્યારે પોલીસ પુછપરછમાં હુમલો આવતાં નિપજ્યું હતું જ્યારે આજે યુવક નું મોત થતાં પ્રેમ લગ્ન બાબતે પિતા પુત્ર નું મોત થતાં ગામમાં ગમગીની છવાઈ ગઈ છે મૃતક યુવાન દ્વારા ચાર પાનાંમાં સ્યુસાઈડ નોટ પણ મળી આવેલ છે વધું તપાસ પોલીસ કરી રહી છે અને ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા મૃતક યુવાન નું નામ અમિત દેવજીભાઈ બાવળીયા છે અને ઉ.વ.આશરે ૩૦ વર્ષ હોય અને સરલા ગામે રહી મજુરી કામ કરતો હતો વધું વિગત પોલીસ તપાસમાં બહાર આવશે
*રામકુભાઈ કરપડા મુળી*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.