કલેકટરના હુકમ બાદ પણ કોર્ટને પાર્કિંગ આપવામાં અધિકારી ઓની અવળ ચંડાઈ અમલવારી ક્યારે - At This Time

કલેકટરના હુકમ બાદ પણ કોર્ટને પાર્કિંગ આપવામાં અધિકારી ઓની અવળ ચંડાઈ અમલવારી ક્યારે


કલેકટરના હુકમ બાદ પણ કોર્ટને પાર્કિંગ આપવામાં અધિકારી ઓની અવળ ચંડાઈ અમલવારી ક્યારે નવ વર્ષ પહેલા જર્જરિત જગ્યા દૂર કરવાના આદેશનો અમલ મોટી જાનહાનિ થાય ત્યારે થશે
ડિસ્ટ્રીકટ જજે પણ સૂચના આપવા છતાં હુકમનો ઉલાળીયો કરતા અધિકારીઓવિસાવદરતા.ટીમ ગબ્બર ગુજરાતના કાંતિ એચ. ગજેરા તથા વિસાવદર ના એડવોકેટ નયનભાઈ જોશી દ્વારામુખ્યમંત્રી,
જિલ્લાકલેકટર,જુનાગઢ
જિલ્લા,પ્રાંતઅધિકારી,વિસાવદર,મામલતદાર,
વિસાવદર વિગેરેનેલેખિત રજુઆત કરી જણાવેલ છે કે,વિસાવદરમા કલેકટર જુનાગઢના હુકમથી વિસાવદર કોર્ટને પાર્કિંગ માટે જૂનું પોલીસ સ્ટેશન તથા મામલતદાર કચેરીના જર્જરિત જુના ક્વાર્ટર પાડીને આપવા હુકમ કરેલ છે અને આ હુકમ તા.૧૫/૦૭/૨૦૧૩ ના રોજ કલેક્ટર સાહેબે કરેલ છે અને વિસાવદર કોર્ટને પાર્કિંગ માટે જગ્યા ફાળવેલ અને તેના હુકમ મુજબ પ્રાંત અધિકારી સાથે સંકલનમાં રહીને જુના પોલીસ સ્ટેશન વાળી જગ્યા તથા મામલતદાર કચેરીના જુના સ્ટાફ વાળી જગ્યા આપવા હુકમ કર્યાના ૯ (નવ)વર્ષ બાદ પણ આજદિન સુધી કોઈ કાર્યવાહી નહિ કરાતા અને કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલ જર્જરિત પોલીસ સ્ટેશનનું બાંધકામ હટાવવા અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ આ જર્જરિત બાંધકામ નવ વર્ષ થવા છતાં પણ દૂર કરવામાં આવેલ નથી આ બાબતે અનેકવાર રજુઆત કરવા છતાંપણ કલેક્ટરસાહેબના હુકમનો અધિકારીઓ ઉલળીયો કરતા હોય અને બે બે તાલુકાની પ્રજા જ્યાં એકઠી થતી હોય ત્યાં ભયજનક હાલતમાં આવેલ બાંધકામ દૂર કરવામાં આવતું ન હોય અને લોકો ભયના ઓથાર નીચે જીવી રહિયા હોય એમ છતાંપણ કોઈ કાર્યવાહી નહિ કરાતા કે જગ્યા ખુલ્લી કરી કોર્ટને કબજો આજદિન સુધી સોપવામાં આવેલ ન હોય અને પાર્કિગ પણ બનાવી આપવામાં આવેલ ન હોય સરકારી અધિકારી અને જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબના હુકમની અમલવારી નહિ કરવા બદલ ફોજદારી કાયદામાં ગુનો દાખલ થઈ શકે તેમ હોવા છતાં આર.એન્ડ બી ના અધિકારીઓને કોઈ હુકમ ન હોય કે તેઓએ કોઈ હુકમનું પાલન કરવાનું રહેતું ન હોય તે રીતે અમલવારી નહિ કરતા જવાબદારોને કાયદાનું પાલન કરવા કલેકટર,પ્રાંત અધિકારી,તથા આર.એન્ડ બી ના અધિકારીઓને તાત્કાલિક સૂચના આપવા તથા વિસાવદર કોર્ટને કલેકટર સાહેબ જુનાગઢના હુકમ મુજબની જ્ગ્યાની ફાળવણી કરી પાર્કિંગ માટેના શેડ ઉભા કરી આપવા અમારી ટિમ ગબ્બરની માંગ છે ટિમ ગબ્બર વકીલ મંડળ તથા લોકોની અવારનવાર રજુઆત હોવા છતાં અને મુખ્યમંત્રી, કાયદા મંત્રીને પણ રજુઆત કરવા છતાં કોઈ પગલાં ભરાયેલ ન હોય જેથી આજરોજ ફરીથી ટિમ ગબ્બર દ્વારા રજુઆત કરાયેલ છે.તેથી ટીમ ગબ્બરની ઉપરોક્ત રજુઆતની ગંભીરતા ધ્યાને લઈ અમારી આ રજુઆત લાગુ પડતા વિભાગમાં પહોંચાડી કાર્યવાહી કરી કરાવી આ પ્રશ્નનું તાત્કાલિક નિવારણ લાવવા ટીમ ગબ્બરની માગણી સાથે રજુઆત છેટિમ ગબ્બર ગુજરાતના વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.