૩ નવેમ્બરના સમસ્ત મહેર સમાજનું વિવિધ સંસ્થાઓનું સંયુક્ત સ્નેહ મિલન પોરબંદર ઝૂડાળા મહેર સમાજ ખાતે યોજાશે. - At This Time

૩ નવેમ્બરના સમસ્ત મહેર સમાજનું વિવિધ સંસ્થાઓનું સંયુક્ત સ્નેહ મિલન પોરબંદર ઝૂડાળા મહેર સમાજ ખાતે યોજાશે.


વિક્રમ સવંત ૨૦૮૧ના સંયુક્ત રીતે રાખેલ સ્નેહ મિલનમાં સૌ મહેર સમાજના ભાઈ- બહેનોને આવવા ભાવભર્યું આમંત્રણ પાઠવેલ છે

ગોસા(ઘેડ)તા. ૨૯/૧૦/૨૦૨૪ શ્રી સમસ્ત મહેર સમાજ દ્વારા દર વર્ષે સમસ્ત મહેર સમાજ દ્વારા નવલા નૂતન વર્ષનું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ઓણ સાલ પણ સવંત ૨૦૮૧ નું નવલા નૂતન વર્ષમા સૌ મહેર પરિવારજનોમાં ભાઈચારો જળવાઈ રહે, મહેર સમાજમાં એકતા, સંપ અને સ્નેહના તાંતણે બંધાઈ સૌ મહેર જ્ઞાતિજનો એક સાથે ખભે ખભા મિલાવી અરસ પરસ વૈમનસ્ય ભૂલી નવા વરહના સ્નહે ભર્યા અમીછાંટણા સૌ પર હેતથી વર્ષાવવાના શુભ આશયથી આ વર્ષ ના ૩ ઓક્ટોબરને રવિવારના ભાઈ બીજના પવિત્ર દિવસે શ્રી સમસ્ત મહેર સમાજનો સ્નેહ મિલન સમરોહનું મહેર સમાજની સર્વે સંસ્થાઓનું સંયુક્ત આયોજન પોરબંદર શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ ઝૂડાળા ખાતે રાખવામાં આવેલ છે. મહેર સમાજ ઝૂડાળા ખાતે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ,શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ ઝૂડાળા,શ્રી માલદેવ રાણા મહેર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ પોરબંદર, શ્રી છાયા મહેર સમાજ, શ્રી બોખીરા મહેર સમાજ, શ્રી મહેર શક્તિ સેના, શ્રી બરડા વિકાસ સમિતિ, શ્રી ઘેડ સામાજિક વિકાસ સમિતિ,શ્રી મહેર હિત રક્ષક સમિતિ, શ્રી રાણાવાવ મહેર સમાજ, શ્રી કુતિયાણા મહેર સમાજ, શ્રી દેગામ મહેર સમાજ, શ્રી મહેર આર્ટ પરિવાર, શ્રી મહેર મહિલા વિકાસ મંડળ,શ્રી શક્તિ સેના મહિલા મંડળ સહીત સમસ્ત મહેર સમાજની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા વિક્રમ સવંત ૨૦૮૧ ના તા. ૦૨/૧૧/૨૦૨૪ના શુભારંભે નૂતન મંગલ પ્રભાત થી શરૂ થયેલ નવા વરહને આવકારવા સંયુક્ત રીતે મહેર સમાજના ભાઈઓ બહેનોનું નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવેલ છે. પોરબંદર ખાતે શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ ઝૂડાળા ખાતે સવંત ૨૦૮૧ કારતક સુદ ભાઈ બીજના પવિત્ર દિવસે તા. ૦૩/૧૧/૨૦૨૪ રવિવારના સાંજના ૪:૩૦ થી ૫:૩૦ સુધી રાખવામાં આવેલ છે આ સ્નેહ મિલન ના અંતે સૌ સાથે અલ્પાહાર લે તેવું પણ આયોજન થયેલ છે.તો સૌ મહેર પરિવાર જ્ઞાતિજનો ભાઈઓ બહેનો ને આ નાવલા નૂતન વર્ષને આવકારવા અને સ્નહે મિલનના શુભ અવસરે ઉપસ્થિત રહેવા સર્વે મહેર સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા સંયુક્ત ભાવ ભર્યું હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રિપોર્ટર :-વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image