આજે સિહોર શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી - At This Time

આજે સિહોર શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી


સિહોર માં તિરંગા યાત્રા ને લઈ તડામાર તૈયારીઓ થઈ હતી.
ત્યારે વહીવટી અધિકારીઓ, પદાધિકારીઓ,સંગઠનના
હોદ્દેદારો, અગેણીઓ દ્વારા સિહોર શહેરમાં તિરંગા યાત્રાનું
આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સમગ્ર દેશ જ્યારે
દેશભક્તિના રંગ માં તરબોળ થતો હોય અને રાષ્ટ્ર ભાવના
ઉજાગર કરવા સિહોર માં પણ તિરંગા યાત્રાનું આયોજન
કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં પ્રાંત અધિકારી
વાળા,મામલતદાર, ચીફ ઓફિસર મકવાણા, પી.આઈ
એ.બી.ગોહિલ,ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આશિષભાઇ
પરમાર દ્વારા પ્રસ્થાન કરાવાયું હતું આ તિરંગા યાત્રા સિહોર
ક્રિકેટ છાપરીથી પ્રસ્થાન થઈ જૈન દેરાસર, ભાવનગર
રાજકોટ ગ્રેડ, વડલાચોક, સ્ટેશન રોડ થઈ પરત ક્રિકેટ છાપરી
પહોંચી પૂર્ણ થઇ હતી જેમાં ગોપીનાથજી મહિલા કોલેજની
વિદ્યાર્થીનિઓ, સ્ટાફ, એલ.ડી.મુનિ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ,
સ્કૂલ સ્ટાફ, જોડાયો હતો. આ યાત્રામાં મહિલા મોર્ચાના પ્રમુખ
વિરાજબેન જોષી, નગરપાલિકા પૂર્વ પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદી,
વી.ડી.નકુમ, રથયાત્રા સમિતીના ભરતભાઇ મલુકા, અંગદાન
પ્રોજેકટ ઇન્ચાર્જ અશોકભાઈ ઉલવા, ભારતીય જનતા પાર્ટીના
હોદ્દેદારો, તાલુકા પંચાયત ટી.ડી.ઓ,સ્ટાફ, સભ્યો,નગરપાલિકા
સ્ટાફ, વહીવટીતંત્રના કર્મચારીઓ, યુવા યુગ પરિવર્તન
સંગઠનના સભ્યો, શિક્ષકગણ, સ્કૂલના વિદ્યાર્થીઓ, નગરજનો
સહિત ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તિરંગા યાત્રાને
ભવ્યાતિભવ્ય બનાવવા કટીબદ્ધ થયા હતા.રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.