બાલાસિનોર થી અંબાજી પગપાળા સંઘ માં અંબેના રથ સાથે પ્રસ્થાન.
24મા વર્ષે પટેલ વાડા અંબિકા પગપાળા સંઘ દ્વારા અંબાજી તરફ પ્રસ્થાન કર્યું જેમાં 70 થી 80 જેટલા માઈ ભક્તો આ પગપાળા સંઘ માં જોડાયાં
મહિસાગર જિલ્લાના બાલાસિનોર થી અંબાજી માતાજીના મહાકુંભમાં જવા માટે બાલાસિનોર થી અંબાજી પગપાળા સંઘનું શુક્રવાર ના પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. સમસ્ત બાલાસિનોર ના નગરના અંબિકા પગપાળા સંઘ નું પ્રસ્થાન કર્યું જેમાં 70 થી 80 જેટલા માઈ ભક્તો આ પગપાળા સંઘ માં જોડાયાં તમામ સમાજના લોકો એકત્રિત થઇ 24 વર્ષોથી પગપાળા નીકળતા સંઘના પ્રસ્થાન કરાવવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. બાલાસિનોર નગરમાં ગરબાની રમઝટ વચ્ચે રથ સાથે સંઘને પ્રસ્થાન કરાવવા માટે બાલાસિનોર નગરના તમામ લોકો અંબાજી મંદિર સલિયાવડી દરવાજા સુધી સાથે જોડાયા હતા અને ‘બોલ મારી અંબે... જય જય અંબે...’ ના નારાથી બાલાસિનોર નગર શહેર ગુંજી ઉઠ્યું હતું.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.