મહીસાગર એસીબી ના છટકામાં પંચમહાલ સીટી સર્વે સુપરિટેન્ડેન્ટ .8000.લાંચ લેતા ઝડપાયા
સીટી સર્વે કચેરી પંચમહાલ ગોધરા ના સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ બાબુભાઈ ચુફરાભાઈ માલીવાડ રુપિયા આઠ હજાર ની લાંચ ની રકમ સ્વીકારતા મહીસાગર જિલ્લા એ.સી.બી નાં છટકામાં રંગે હાથે ઝડપાઇ ગયા.
બનાવની વિગત એવી છે કે બહુમાળી મકાન માં ફરીયાદી નો ફલેટ વેચાણ ની નોંધ પાડવામાં આ આરોપી એ ફરીયાદી પાસે પંદર હજાર રૂપિયા ની માંગણી કરેલ ને જેતે સમયે ફરીયાદી એ આ સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ બાબુભાઈ ચુફરાભાઈ માલીવાડ ને રુપિયા સાત હજાર આપેલ ને નોધ મંજૂર કરી આપેલ.
ત્યારબાદ ફરીયાદી ને તેમનાં કાકા ની છોકરીઓ એ ખરીદ કરેલ દુકાન ની નોંધ પાડવા માંટે આ આરોપી માલીવાડે રુપિયા પચચીસો લઈને કાચી નોંધ પાડેલ ને પાકી નોધ થોડા સમયમાં પાડી દઈશ તેમ જણાવ્યું હતું
પરંતુ પાકી નોધ નહીં કરાતાં ફરીયાદી સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ બાબુભાઈ ચુફરાભાઈ માલીવાડ ને ઓફિસ માં રુબરુ મળેલ ત્યારે આ આરોપી એ ફરીયાદી ને કહેલ કે બહુમાળી મકાન માં આવેલ ફ્લેટ વેચાણ નોંધ માં બાકી રુપિયા આઠ હજાર ની લાંચની માંગણી ફરીયાદી પાસે કરેલ
ને ફરીયાદી આ નાણાં આપવા માંગતા ના હોય ને મહીસાગર જિલ્લા એસીબી માં ફરીયાદી એ ફરીયાદ કરતાં મદદનીશ નિયામક એસીબી પંચમહાલ ગોધરા ના બી.એમ.પટેલ નાં માગૅદશૅન હેઠળ મહીસાગર જિલ્લા એસીબી પો.ઈ.એમ.એમ.તેજોતને તેમના સ્ટાફે છટકું ગોઠવીને ફરીયાદી પાસેથી પંચ ની હાજરી માં લાંચ ની રકમ રુપિયા આઠ હજાર લેતાં પંચમહાલ ગોધરા ના સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ બાબુભાઈ ચુફરાભાઈ માલીવાડ રંગે હાથે ઝડપાઇ ગયેલા
આ બનાવમાં એસીબી મહીસાગર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આરોપી બાબુભાઈ ચુફરાભાઈ માલીવાડ ની ધનિષ્ઠ પુછપરછ હાથ ધરી છે
રાજ્ય માં ભષટાચાર નાબૂદ થવાનું નામ લેતો નથી ને ઉલટું દરેક વિભાગો માં ભષટાચાર વકરતો જતો જોવાં મળે છે ત્યારે ભષટાચાર દુર કરવાની તેમજ ભષટાચાર નાબૂદ કરવા ની ગુલબાંગો ક્યારે સફળ થશે???
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.