લખતર તાલુકાના અણીયારી દેવળીયા વચ્ચે આવેલ એલડીએસ કેનાલ રીપેરીંગ કરાયા વગર પાણી છોડી દેવામાં આવતા ખેતરમાં જવું મુશ્કેલ
લખતર તાલુકાના અણીયારી દેવળીયા વચ્ચે આવેલ એલડીએસ કેનાલ રીપેરીંગ કરાયા વગર પાણી છોડી દેવામાં આવતા ખેતરમાં જવું મુશ્કેલસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ખેડૂતો દ્વારા અનેકવાર લેખિત મૌખિક કરવામાં આવેલ રજુઆત છતાં કેનાલ રીપેર કરવામાં આવી નહિલખતર તાલુકાને સૌથી વધુ લાભ નર્મદાની મેઈન કેનાલ બ્રાન્ચ કેનાલ માઇનોર કેનાલ સબમાઈનોર કેનાલનો લાભ મળ્યો છે પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એ.સી ઓફિસમાં બેસી પાંચ આંકડાનો પગાર લેતા અધિકારીઓની ઉદાનશીતાના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે ત્યારે લખતર તાલુકાના અણીયારી દેવળીયા વચ્ચેથી પસાર થતી એલડીએસ કેનાલ તૂટેલી હોવાનુ જાણવા છતા પાણી છોડવામાં આવતા તૂટેલી કેનાલમાંથી નીકળેલ પાણી ખેતરમાં અને ખેતર તરફ જવાના રોડ ઉપર ફરી વળતા ખેડૂતને મુશ્કેલી પડી રહી છે આથી જાગૃત ખેડૂત દ્વારા તૂટેલી કેનાલનો વિડીયો ઉતારી વાયરલ કરવામાં આવતા નર્મદાના કેનાલના અધિકારીઓ કેનાલમાં કેવું ધ્યાન આપે છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે હાલ બિટી કપાસ વાવવાની સિઝન છે અને ખેતરમાં કપાસ વાવવા જવું મુશ્કેલ પડતું હોવાનુ નામ નહીં દેવાની શરતે ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું તો શું અધિકારીઓ નિદ્રા માંથી કેનાલમાં ધ્યાન આપશે તેવા અનેક સવાલ ઉભા થવા પામ્યા છે
રિપોર્ટર વિજય જોષી લખતર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.