પાટડીમાં 21 કરોડના ખર્ચે 385 એકરના તળાવ ફરતે રીવરફ્રન્ટની યોજનાને મંજૂરી મળતાં નગરજનોમાં ખુશીની લહેર - At This Time

પાટડીમાં 21 કરોડના ખર્ચે 385 એકરના તળાવ ફરતે રીવરફ્રન્ટની યોજનાને મંજૂરી મળતાં નગરજનોમાં ખુશીની લહેર


સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ગામના મધ્યે પાલિકા હસ્તકનું ઐતિહાસીક ગામ તળાવ અને વિરમગામ રોડ પર સિંચાઇ ખાતા હસ્તકનું વિશાળ રણાસર તળાવ આવેલું છે પરંતુ પાટડી નગરમાં પ્રવેશતા શાન સમા આ બન્ને તળાવો પાટડી નગરની શોભા વધારી રહ્યાં છે એમાય પાટડી ગામ તળાવના કિનારે આવેલા ઐતિહાસિક શક્તિ માતાના મંદિરે દર વર્ષે લાખો શ્રધ્ધાળુઓ આસ્થાભેર દર્શન કરવા આવે છે તળાવ કિનારે જ શક્તિમાતાએ રાજકુંવરોને ઝીલીને બચાવ્યા હતા એ ઐતિહાસીક ઝરૂખો પણ હવા સાથે વાતો કરતો તળાવ કિનારે દ્રશ્યમાન થાય છે ત્યારે પાટડી નગરપાલિકા દ્વારા ગાંધીનગર સરકારમાં રજૂઆત કર્યા બાદ અંતે પાટડીમાં રૂ. 21 કરોડના ખર્ચે 385 એકરમાં ફેલાયેલા આ ઐતિહાસિક ગામ તળાવ ફરતે રીવરફ્રન્ટની યોજનાને મંજૂરી મળતા નગરજનોમાં ખુશીની લહેર દોડી જવા પામી છે આ યોજનામાં પાટડી ગામ તળાવની ફરતે ખોડિયાર માતાના મંદિરથી સાંઇબાબાના મંદિર સુધી 12 મીટર પહોળો અને 4 મીટર ઊંચો પાળો બનશે અને તળાવની પાળ ફરતે 2 મીટર પહોળો પેવર બ્લોકનો ચાલવા માટેનો રસ્તો બનશે અને તળાવની ફરતે સ્ટ્રીટ લાઇટની સાથે ઝળહળતી રોશની વચ્ચે પાટડીમાં નયનરમ્ય રીવર ફ્રન્ટ બનશે તળાવની પાળ ઉપર પથ્થરનું પીચીંગનું કામ કરવામાં આવશે વધુમાં તળાવ કિનારે આવેલી જૂની ગ્રામ પંચાયત કચેરી પાસે અદ્યતન બગીચો બનાવવામાં આવશે જેમાં પેવર બ્લોકનું પાર્કિંગ, બે શૌચાલય, વૃક્ષો અને લોન ઉગાડવાનું, સર્કલ અને ફુવારો બનાવવાનું તેમજ બાળકો માટે રમતગમતના સાધનો પણ મૂકવામાં આવશે તળાવની પાળ ફરતે અને બગીચામાં સ્ટ્રીટ લાઇટથી નયનરમ્ય નજારો ઊભો કરવામાં
આવશે જેનાથી પાટડી નગરજનો અને શક્તિ માતાના મંદિરે આવતા લાખો શ્રધ્ધાળુઓ માટે આ રમણીય નજારો આજીવન સંભારણું બની રહેશે પાટડી નગરપાલિકા પૂર્વપ્રમુખ મૌલેશ પરીખે જણાવ્યું હતું કે પાટડીમાં રૂ. 21 કરોડના રીવરફ્રન્ટના પ્રોજેક્ટમાં પ્રથમ ફેઝમાં 2 કિ.મી.ના રીવર ફ્રન્ટ માટે રૂ. 6.14 કરોડ મંજૂર કરાયા છે વધુમાં પાટડીમાં સુએજ પ્લાન્ટ યોજના દ્વારા ગંદા પાણીને શુધ્ધ કરીને પાટડીનું આ ઐતિહાસિક ગામ તળાવ ભરવામાં આવશે જેથી તળાવ બારેમાસ ભરાયેલું રહેશે અને આ તળાવ ફરતે રીવરફ્રન્ટની યોજનાથી પાટડી નગરજનો માટે આ ફરવાલાયક આહલદાયક સ્થળ બની રહેશે એમણે વધુ વિગત આપતા જણાવ્યું કે આ પ્રોજેક્ટ પાટડી નગરની અંદર 385 એકરમા છવાયેલું મોટું પાટડી નગરપાલિકાની માલિકીનું તળાવ છે તેનો ઘેરાવો ચાર કિમીનો છે ગુજરાત સરકાર પાસે અમે અહીં રિવરફ્રન્ટ બનાવવા માટેનો રૂ. 20થી 21 કરોડનો એક આખો પ્રોજેક્ટ મુક્યો હતો એમાં ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ફેઝ-1મા રૂ. 6.14 કરોડ જેવી માતબર રકમ મંજૂર
કરી છે જેમાંથી 1600 મીટર સુધી જે ગામને લગત છે એવા એરિયાની અંદર સાઈબાબાના મંદિરથી લઈ કડવા પાટીદાર હોલ થઇ શક્તિમાતાના મંદિર ખોડિયાર માતાના મંદિર સુધી 1600 મીટરમાં પારો બનશે એમાં પથ્થર પેચિંગ થશે એની ઉપર ગ્રીલ આવશે તેમજ બ્લોકથી એની ફૂટપાથ બનશે એમાં વચ્ચે ઝાડવાઓ રોપવામાં આવશે વચ્ચે સ્ટ્રીટ લાઈટો આવશે અને દરેક લોકોને ફરવા લાયક અને સારુ સ્થળ બનશે જેનાથી ગામ તળાવ પણ ખુબ ઊંડું થયું છે જેનાથી તળાવમાં પાણીનો ભરાવો રહેશે જેનાથી ખેડૂતો, ગ્રામજનો અને પશુઓને પણ આનો અનેક ઘણો લાભ મળશે આ પ્રોજેક્ટમા પ્રથમ ફેઝમા રૂ. 6.14 કરોડ આપણા મંજૂર થયા છે. બીજા અને ત્રીજા ફેઝમા મળીને કુલ રૂ. 21 કરોડ ખર્ચ થશે અને એનો પ્રથમ ફેઝ આવનારા છ મહિનાની અંદર પૂર્ણ થશે આ અંગે પાટડી નગરપાલિકાના ઉપપ્રમુખ હિતેષભાઇ રાવલે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટમા નવા ઘાટમાં દલિત વાસ અને માતાના આરે એ બંને જૂના ઘાટને રીનોવેશન કરી સારા ઘાટ બનાવીશું અને ત્યાં આગળ કપડાં ધોવાની અને લોકોને નહાવાની જે સુવિધા છે એ પણ આવશે અને સાથે પશુઓને પણ તળાવમાંથી પાણીની સુવિધા મળી રહે એની પણ વ્યવસ્થા કરવામાં આવશે આ રિવરફ્રન્ટ બનતા પાટડીમા એક સારામાં સારુ ફરવા લાયક સ્થળ કે જે અત્યારે પાટડીમા કોઈ જગ્યાએ છે નહીં ચારેબાજુ રિવરફ્રન્ટ બનશે એમાંય એક ફેઝ બનતા હજી લોકોને વધુ ખ્યાલ નહીં આવે પણ જ્યારે બીજા ત્રણેય ફેઝ પુરા થશે ત્યારે પાટડી માટે ભવિષ્યમા એક અનોખું નજરાણું સાથે ફરવાલાયક સ્થળ બનશે જ્યારે આ અંગે પાટડી નગરપાલિકાના મહિલા કારોબારી ચેરમેન ગીતાબેન ભરતભાઈ વરસાણીએ ગર્વભેર જણાવ્યું હતું કે આ રિવરફ્રન્ટ બનતા અમારે બહેનોને ખુબ જ ફાયદો થશે કેમ કે અત્યારે અમારે બહેનોને પાટડીમાં કયાંય કોઈ જગ્યાએ ફરવાલાયક સ્થળ હતું જ નહીં જયારે આ રિવરફ્રન્ટ બનીને તૈયાર થશે ત્યારે અમારે બહેનોને એટલો બધો ઉત્સાહ હશે કે ત્યારે બાળકો સહિત સમગ્ર પરિવારજનો માટે સુંદર નયનરમ્ય સ્થળ બની રહેશે અને પાટડી ગામના જ નહીં પરંતુ બહારગામનો લોકો માટે પણ આ રિવરફ્રન્ટ આકર્ષણનું અનોખું કેન્દ્ર બની રહશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.