મહીસાગર જિલ્લાની કરણી સેના અને સર્વ સમાજ સેના દ્વારા મહિપતસિંહના સમર્થનમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર
મહીપતસિંહ ચૌહાણ ના સમર્થન માં સર્વ સમાજ સેના અને કરણી સેના મહીસાગર ટીમ દ્વારા આજરોજ મહીસાગર જિલ્લા કલેકટરશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં સર્વ સમાજ સેના લુણાવાડા તાલુકા ઉપ પ્રમુખ વિક્રમસિંહ પગી,તેમજ કરણી સેના પ્રમુખ મહેન્દ્રસિંહ, સાથે વિક્રમસિંહ ઝાલા, ગોપાલભાઈ બારીયા, વિક્રમસિંહ ચાવડા, ગણપતસિંહ બારીયા, ધર્મેન્દ્રસિંહ બારીયા સહીત મોટીસંખ્યામાં વિવિધ સંગઠનો ના હોદ્દેદારો હાજર રહ્યા હતા જેમાં મહીપતસિંહ ચૌહાણ વિરુદ્ધ ફરીયાદ ખોટી રીતે કરવામાં આવી છે તે ફરીયાદ રદ્ કરવાની માગણી કરવામાં આવી રહી હોય છે મહીસાગર જિલ્લા કલેકટરના માધ્યમ થી સરકાર શ્રી ને રજૂઆત કરવામાં આવી હતી.અને વધુમાં જો સરકાર દ્વારા યોગ્ય ન્યાય નહીં આપવામાં આવે તો ગુજરાત વ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.
રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.