રાજુલા શહેર માં રામનવમી ની ભવ્ય રીતે ઉજવવામાં આવી….
રાજુલા શહેર માં દર વર્ષ ની માફક આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવેલું
આ આ રામનવમી ની શોભાયાત્રા જુના સ્વામિનારાયણ મંદિરે થી પ્રારંભ કરવામાં આવેલી જે રથ યાત્રા માં હજારો માણસો ગામડા માંથી આવેલા અને જેમાં વિવિધ ફ્લોટ તેમજ બેન્ડ વાજા સાથે સંતો મહંતો સાથે આ શોભા યાત્રા શહેર નાં મુખ્ય માર્ગ પરથી નીકળેલી જેમાં રાજુલા શહેર ના વિવિધ માર્ગો પર સ્ટોલ ઊભા કરવા આવેલા જેમાં ઠંડા પીણાં શરબત લચ્છી છાશ વગેરે આ સ્ટોલ પર મૂકવામાં આવેલ રાજુલા ના વર્તમાન ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા ગરમ ગરમ પ્રસાદી રૂપે શીરો આપવામાં આવેલો તેમજ પૂર્વ.ધારાસભ્ય અમરીશો ડેર દ્વારા ઠંડી છાશનો વિતરણ કરવામાં આવેલું તેમજ હવેલી ચોક યુવક મંડળ દ્વારા પણ શરબત નું આયોજન કરવામાં આવેલ તેમજ આ સિવાય વિવિધ ગ્રુપ દ્વારા સ્ટોલ ઊભા કરવામાં આવેલા આ શોભાયાત્રા માં રાજુલા ના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહેલા અને આ શોભા યાત્રામાં બેન્ડ વાજા વાળા ઉપર રૂપિયા નો વરસાદ કરેલો તેમજ હવેલી માં દર્શન પણ કરેલા સાથે સાથે રાજુલા યુવા ભાજપ ના તમામ કાર્યકરો પણ હાજર રહેલા રાજુલા હઠીલા હનુમાનજી મંદિર યુવક મંડળ દ્વારા આ અશોકભાઈ યાત્રાનું ફૂલો નો વરસાદ વરસાવી સ્વાગત કરેલું તેમજ હઠીલા હનુમાનજી મંદિરે આરતી કરવામાં આવેલ અને અંતમાં રાજુલા જલારામ મંદિરે આ શોભાયાત્રા સમાપન થયેલ જલારામ મંદિરે મંદિરના ટ્રસ્ટી દ્વારા સન્માન કરવામાં આવેલ અને અંતમાં મહા આરતીનું આયોજન કરવામાં આવેલ ત્યારે અંતમાં આ કાર્યક્રમમાં મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા તમામ લોકોને આભાર વ્યક્ત કરવામાં આવ્યો આ શોભા યાત્રા માં રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ તેમજ વિવિધ સંસ્થાઓના સાથ અને સહકારથી આ સંપૂર્ણ ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલું...
રીપોર્ટ આસિફ કાદરી રાજુલા
7575861286
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.