LCB પોલીસે પ્રોહીબિશન એક્ટ ગુનાઓના નાસતા ફરતા બે આરોપીને ઝડપાયા - At This Time

LCB પોલીસે પ્રોહીબિશન એક્ટ ગુનાઓના નાસતા ફરતા બે આરોપીને ઝડપાયા


મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટિમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. તે દરમિયાન LCB સ્ટાફના વિરેન્દ્રસિંહ અનોપસિંહ તથા જયદીપસિંહ ભરતસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે કોઠંબા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના નોંધાયેલા ગુનામા નાસતા ફરતા આરોપી ગોરધન શના પરમાર રહેવાસી પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નરસણાં ગામનો તથા અન્ય બીજો તેની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર હાલ લુણાવાડા તાલુકાના ખારોલ ખાતે આવનાર છે. તેવી બાતમી LCB પોલીસને મળતા LCB સ્ટાફના માણસો બતમીવાળી જગ્યાએ જઈ વોચ ગોઠવામાં આવી હતી. તે દરમિયાન આ નાસતા ફરતા આરોપીઓ બન્ને ઈસમ મળી આવતા તેઓને ઝડપી હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે કોઠંબા પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા હતા. આમ મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.