જસદણના લોકોના નાના મોટા પ્રશ્નોના નિવારણ માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા એક નવી પહેલ
જસદણ આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર્તાઓ દ્વારા આગામી નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને પાર્ટીની વિચારધારા અને લોકોના નાના-મોટા પ્રશ્નોના નિરાકરણ માટે કાર્યકર્તાનો ફોટો અને પોતાનો મોબાઈલ નંબર બેનર પર લગાડી અંદાજે 400 જેટલા બેનર જસદણ શહેરમાં લગાવવામાં આવ્યા. જેનાથી લોકોમાં જે પણ પ્રશ્ન છે તે હવે કર્મનિષ્ઠ કાર્યકર્તા દ્વારા તેનું નિવારણ લાવવામાં આવશે. હર ઘર સુધી લોકો પાસે પહોંચી શકાય તેવા હેતુથી બેનર લગાડી જે પણ પ્રશ્નો છે તેનું નિરાકરણ કરવામાં આવશે તેવુ આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓએ એટ ધીસ ટાઇમ મીડિયામાં જણાવ્યુ હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.