લીલીયામોટા ગટર પ્રશ્ને ત્રાહિમામ, કોંગ્રેસ પક્ષ દ્વારા અપાઈ આંદોલન ની ચીમકી - At This Time

લીલીયામોટા ગટર પ્રશ્ને ત્રાહિમામ, કોંગ્રેસ પક્ષ દ્વારા અપાઈ આંદોલન ની ચીમકી


જિલ્લા કોંગ્રેસ મહામંત્રી નીતિનભાઈ ત્રિવેદી દ્વારા અંતે ગટર બુરવાની કામગીરી કરવા ની ચીમકી અપાઈ

લીલીયામોટા, ગામે ગટરનો પ્રશ્ન વર્ષોથી ચાલે છે. વેપારીઓ–રાહદારીઓ–ગ્રામ્ય જનતા—વિદ્યાર્થીઓ–મુસાફરો ત્રાહિમામ.....ત્રાહિમામ પોકારી ગયા છે. ગામ લોકો નર્કની યાતના ભોગવી રહયા છે. અનેક રજુઆતો કરવા છતા કોઈ જાતની કામગીરી થતી નથી.ભુગર્ભ ગટરના રૂપિયા-દસ કરોડ પુરા મંજુર થયેલ છે. ત્રણ વાર ટેન્ડર પ્રક્રિયા કરેલ ત્યારે માંડ માંડ એક કોન્ટ્રાકટર આવેલ છે. તા.૮-૫-૨૦૨૪ નો વર્ક ઓર્ડર મળેલ છે. તેવુ જાણવા મળેલ છે. પરંતુ કોઈ પ્રકારનુ કામકાજ શરૂ કરેલ નથી. કામકાજ કેમ શરૂ થતુ નથી ? અથવા સરકાર દ્વારા ખોટા વાયદા કરવામાં આવે છે.જો દિન-૧૦ માં કોઈ નકકર કામગીરી કરવામાં નહી આવે તો જિલ્લા કોંગ્રેસ મહામંત્રી નીતિનભાઈ.આર.ત્રિવેદી સહિત કોંગ્રેસ સમિતી દ્વારા આંદોલનનો માર્ગ લેવામાં આવશે. ૧૦ દિવસ બાદ મામલતદાર કચેરી સામે ઉપવાસ આંદોલન કરવામાં આવશે.તો પણ સરકાર તરફથી કોઈ કામગીરી કરવામાં નહી આવે તો ગામ લોકોનો સહકાર લઈને ગટર બુરવાની કામગીરી કરવામાં આવશે. હવે ગટરના પ્રશ્ને ઉગ્ર આંદોલન થશે. સરકારશ્રીને તેમજ પદાધિકારી શ્રી ઓને ગંભીર નોંધ લેવા વિનંતી.કરતા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી નીતિનભાઈ ત્રિવેદી દ્વારા પેસ નોટ ના માધ્યમ થી જાહેરાત કરવા માં આવેલ છે તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.