કોઠારીયામાં કારખાનેદારના મકાનમાં તસ્કરો ત્રાટકયા: સોનું ઘર પાછળ મૂકી, રોકડ લઈ ફરાર
કોઠારીયામાં કારખાનેદારના મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ હાથફેરો કરી સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.1.76 લાખનો મુદ્દામાલ લઈ નાસી છૂટ્યો હતો. પરંતુ રોકડની જરૂરિયાત વાળા તસ્કરે સોના ચાંદીના દાગીના મકાન પાછળ ધૂળ નીચે દાટી રોકડ લઈ ભાગી ગયો હતો. ભોગ બનેલા પરિવારે તપાસ કરતાં દાગીના ઘર પાછળથી મળી આવ્યા હતાં. આજીડેમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે કોઠારીયા ગામમાં ગેઈટની અંદર બેંક ઓફ બરોડાની બાજુમાં રહેતાં પંકજભાઈ ભીખાભાઇ ડોબરીયા (ઉ.વ.37) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પટેલનગર ઇન્ડસ્ટ્રીઝ એરીયામા સુરજ ડાયકાસ્ટીંગ નામનુ કારખાનુ ચલાવે છે. ગઈકાલે સાંજના છએક વાગ્યે તેમના પત્ની ભાવીશાબેન ઘરને તાળા મારી કોઠારીયા ગામ ચબુતરા પાસે રહેતાં તેના મોટા બાપુજીના ઘરે જમવા ગયેલ હતાં.
બાદમાં તેમના પત્ની સાંજે સાતેક વાગ્યે જમીને ઘરે ગયેલ અને જોતા મકાનની ડેલી અંદરથી બંધ હોય જેથી મારા પત્નીએ તેઓને ફોન કરી જાણ કરેલ કે, પોતે ડેલી બહારથી બંધ કરીને ગયેલ હતી પરંતુ હાલ મકાનની ડેલી અંદરથી બંધ છે તો તમે જલ્દી ઘરે આવો જેથી તેઓ ઘરે દોડી ગયેલ અને ડેલીની અંદર ગયેલ તો મકાનના દરવાજા ખુલા હતા અને તાળા ફળીયામાં તથા હોલમા જોવામાં આવેલ હતાં.
તેમની પત્નીએ કહેલ કે, પોતે તાળુ મારી ચાવી ફળીયામા બરણીમા રાખેલ હતી. મકાનમાં જઈ જોતા રૂમનો દરવાજાનુ તાળુ પણ ચાવી વડે ખોલેલ હતુ. રૂમમાં દીવાલમા લાકડાનુ ફર્નીચર કરાવેલ કબાટ છે જેનો લોક તુટેલો જોવામા આવેલ અને સામાન વેરવીખેર પડેલ હતો. કબાટમા રાખેલ સોનાના દાગીના સોનાનુ મંગળસુત્ર, એક જોડી બુટી રૂ.75 હજાર, સોનાનો હાર અઢી તોલાનો રૂ. રૂ.37 હજાર, બે સોનાના પાટલા રૂ.30 હજાર, સોનાની અડધા તોલાની બે વીંટી રૂ.8 હજાર, એક જોડી સોનાની ખુટી રૂ.8 હજાર, બે સોનાના કઇડા રૂ. 10 હજાર, ચાંદીના ત્રણ સીક્કા રૂ. 1000 તથા રોકડા રૂ.7 હજાર જોવામાં આવેલ નહી. જે મળી કુલ રૂ.1.76 લાખનો મુદ્દામાલ કોઈ અજાણ્યાં શખ્સો ઘરમાં પ્રવેશ કરી ચોરી કરી નાસી છૂટ્યા હતાં.બનાવ અંગેની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફુટેજના આધારે તસ્કરને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
તેમજ ભોગ બનેલા પરિવાર ઘર પાસે તપાસ કરતાં હતા ત્યારે તેઓના ઘર પાછળ આવેલ વંડામાં ધૂળ નીચે દાટેલ એક પર્સ મળી આવતાં તેમાંથી ચોરી થયેલ સોના ચાંદીના મળી આવતા પરિવારે હાંસકારો અનુભવ્યો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.