થાનગઢના તળાવમાં સફાઈના કારણે આસપાસની સોસાયટીઓમાં રોગચાળો ફેલાવવાનો ભય - At This Time

થાનગઢના તળાવમાં સફાઈના કારણે આસપાસની સોસાયટીઓમાં રોગચાળો ફેલાવવાનો ભય


તા.18/06/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
થાનગઢમાં મોટુ તળાવ, ધોળી તલાવડી અને નાની તળાવ આવેલા છે પરંતુ આ તળાવો યોગ્ય સફાઇના અભાવે બિસમાર બની ગયા છે જેમાં કચરો નાંખવામાં આવતા હાલ તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય છે જેના કારણે આસપાસની સોસાયટીઓના રહેવું મુશ્કેલરૂપ બની ગયું છે થાનગઢમાં મોટું તળાવ વાસુકી મંદિર પાસે નાનું તળાવ અને ધોળી તલાવડી આ 3 તળાવ આવેલા છે આ ત્રણ તળાવ રાજાશાહી વખતમાં બાંધવામાં આવેલા છે જેમાં મોટા તળાવમાં જ્યારે વરસાદી પાણી ભરાતું ત્યારે અંબિકા સોસાયટી, પટેલ સોસાયટી, સર્વોદય સોસાયટી, મહાલક્ષ્મી સોસાયટી આ તમામ લોકોને પાણીના તળ જીવિત રહેતા હતા લોકશાહી આવ્યા પછી આ 3 તળાવને ગટરના પાણીના સ્ટોરેજ માટે ઉપયોગ કરવામાં આવે છે આથી તળાવના જળચર જીવ પણ મરવા માંડ્યા છે જ્યારે નાનું તળાવ વાસુકીના મંદિર પાસે આવેલું છે આ તળાવની અંદર પણ સ્ટેશન વિસ્તારનું ગટરનું પાણી ધડકલેથી ઠલવાય છે તળાવ પાસે રાત્રિના સમયે લોકો ઠંડો પવન ખાવા આવે છે પણ ગટરના પાણીની દુર્ગંધ હોવાથી લોકોને બેસવું દુષ્કર બને છે ત્રીજુ તળાવ ધોળી તલાવડી જેની અંદર ગટરનું પાણી ઠલવાય છે જેની આજુબાજુ બિનઅધિકૃત મકાન પણ થઈ ગયા છે નાના તળાવમાં આજુબાજુના દુકાનવાળા સોસાયટીઓ વાળા ધડકલેથી કચરો પણ નાખે છે વરસાદી પાણી ગ્રામ્ય વિસ્તારમાં થઈને નદીમાં આવતું હોય છે તેનાથી તળાવ ભરાય છે અત્યારે ગામની અંદર મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે નદીની અંદર બાવળના ઝુંડ થઈ ગયા છે ઉપરાંત લોકો જો પાણીની ગંભીરતા નહીં સમજે તો અતિ વિકટ સમય આવશે જેથી કરીને પીવાના પાણી ભયંકર તકલીફ પડશે તળાવની કેપેસિટી સાવ ઓછી થઈ ગઈ છે આથી બાર મહિના જે પાણી ટકવું જોઈએ તે જથ્થો રહેતો નથી તંત્રમાં અનેકવાર રજૂઆતો કરવા છતાંય આનું નિરાકરણ આવતું નથી અધિકારીઓ સાથે વાત કરીએ છીએ ત્યારે મોટું આશ્ર્વાસન મળે છે આથી હવે વર્તમાનમાં તાત્કાલિકાનું કામ શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.