બોટાદ જિલ્લાની ૫૬૯ આંગણવાડી કેન્દ્રો માં આંગણવાડી પ્રવેશોત્‍સવ ની ઉજવણી કરવામાં આવી - At This Time

બોટાદ જિલ્લાની ૫૬૯ આંગણવાડી કેન્દ્રો માં આંગણવાડી પ્રવેશોત્‍સવ ની ઉજવણી કરવામાં આવી


( હર્ષદ ચૌહાણ દ્વારા બોટાદ)
નવી શિક્ષણનીતિ ૨૦૨૦ અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણને બાળકના આગળના શાળાકીય શિક્ષણ માટે ખુબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવ્યું છે. જે અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ માં તા.૨૩-૧૨-૨૦૨૧ ના રોજ પ્રોજેકટ “પા પા પગલી” મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકારશ્રી દ્વારા લોન્ચ કરવામાં કરવામાં આવેલ છે. જે અંતર્ગત આંગણવાડીમાં આવતા ૩-૫ વર્ષના બાળકોને જીવનના મહત્વના વર્ષોમાં તેમના ગુણવતાપૂર્ણ જીવન માટેનો મજબુત પાયો નખાય, બાળકોનો સર્વાગી વિકાસ થાય અને તેઓ બાલવાટીકાના શિક્ષણ માટે સજ્જતા કેળવે તેવો મહત્વકાંક્ષી લક્ષ્ય ગુજરાત સરકારશ્રી દ્વારા રાખ્યો છે.આંગણવાડીના ૩-૫ વર્ષના બાળકોનો સર્વાંગી વિકાસ અને સ્કૂલ માટે શૈક્ષણિક તૈયારી એજ મુખ્ય ઉદ્દેશ છે.

જે ઉદ્દેશને સિધ્‍ધ કરવા માટે તા.26 થી 28 જૂન -2024 ના રોજ બોટાદ જિલ્લા ની 569 આંગણવાડી કેન્દ્રો માં આંગણવાડી પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. જેમાં 3 વર્ષના આંગણવાડી માં પ્રવેશ પાત્ર બાળકોને ઘોડા પર, રીક્ષામાં તેમજ હાથલારી માં બેસાડી ઢોલ વગાડી રેલી કાઢવામાં આવી તેમજ આંગણવાડીમાં બાળકોને કંકુ પગલા પડાવવામાં આવ્યા તેમજ બધા પદા અધિકારીશ્રી તેમજ અધિકારીશ્રીના હસ્તે યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.