આર્થિક ભીંસથી કંટાળી સ્ક્રેપના ધંધાર્થીનો ફાંસો ખાઇ આપઘાત
કોઠારીયા મેઇન રોડ પર આવેલ ગ્રીન પાર્કમાં રહેતા સ્ક્રેપના ધંધાર્થી નિલય ભંડેરી (પટેલ) નામના યુવાને આર્થિક ભીંસથી કંટાળી પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવ અંગે જાણ થતા ભકિતનગર પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી.
પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા ચોકડી પાસે ગ્રીનપાર્ક મેઇન રોડ પર રેતા નિલય દામજીભાઇ ભંડેરી (ઉ.વ.28) આજે સવારે પોતાના ઘરે રૂમમાં સુતો હતો. જે મોડે સુધી રૂમમાંથી બહાર ન નીકળતા તેના પિતા દામજીભાઇએ રૂમનો દરવાજો ખખડાવતા દરવાજો ન ખોલતા તેમના મિત્રને બોલાવી દરવાજો તોડી જોતા પુત્ર લટકેલી હાલતમાં જોવા મળતા આક્રંદ મચાવ્યો હતો.
દોડી આવેલ પરિવારજનોએ 108ને જાણ કરતા, દોડી આવેલ 108ની ટીમે યવાનને તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા ભકિતનગર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મૃતદેહને પી.એમ.ના ખસેડી બનાવનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.
વધુમાં મળેલ વિગત મુજબ મૃતક યુવાન માંડાડુંગરમાં ભંગારનો ડેલો ધરાવે છે અને તેના પિતા હાલ નિવૃત છે. મૃતક યુવાનને ધંધામાં નુકસાની આવતા આર્થિક ભીંસમાં સપડાતા પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. વધુમાં મૃતક ત્રણ બહેનોનો એકનો એક ભાઇ હતો. બનાવથી પરિવારમાં ગમગીની સાથે શોકનું મોજુ ફરી વળ્યું હતું.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.