ઝઘડીયા ભાજપના ધારાસભ્ય પોતાનો પગાર વિધવા મહિલાઓ માટે ફાળવશે - At This Time

ઝઘડીયા ભાજપના ધારાસભ્ય પોતાનો પગાર વિધવા મહિલાઓ માટે ફાળવશે


ઝઘડીયા ભાજપના ધારાસભ્ય પોતાનો પગાર વિધવા મહિલાઓ માટે ફાળવશે

આઝાદી બાદ ઝઘડીયા બેઠક ઉપર ભાજપમાંથી રિતેશ વસાવાનો વિજય

તા.૧૨-૧૨-૨૦૨૨ નેત્રંગ.

પ્રાપ્ત માહિત મુજબ ગુજરાત સરકારની વિધવા પેન્શન યોજનામાં પહેલા ૧૦૦૦ રૂપિયા જેટલું પેન્શન અપાતું હતું,પરંતુ જટીલ નિયમોના પ્રતાપે વિધવા બહેનોની ઉંમર ૬૦ વષૅથી મોટી હોય,બે પુખ્તવયના સંતાનો હોય,મકાન કે જમીન હોવાથી મોટાભાગની વિધવા મહિલાઓ આ યોજનાથી વંચીત રહી જતાં દયનીય જીવન જીવવા માટે મજબુર બની જવા પામી હતા.જેમાં પુવૅમંત્રી ખુમાનસિંહ વાંસીયાના આ બાબતે ધ્યાને આવતા વિધવા મહિલાઓની વેદનાને વાચા આપવા માટે ભરૂચ જીલ્લાના તમામ તાલુકાઓમાં સવૅ હાથ ધરી અને સંમેલન યોજીને વિધવા મહિલાઓની વેદના અને સમસ્યાઓ રૂબરૂ જઇ સાંભળી માસિક રૂ.૧૨૫૦ વિધવા સહાય પેન્શન યોજના અમલી કરાવી હતી.જેનો સીધો ફાયદો ભરૂચ જીલ્લામાં ભાજપને થતાં પાંચેય વિધાનસભામાં ભાજપનો જ્વંલત વિજય થયો હતો.

ઉલ્લેખનીય છે કે,આઝાદી બાદ ઝઘડીયા બેઠક ઉપર ભાજપમાંથી રિતેશ વસાવાનો ૨૩,૫૦૦ ની સરસાઇ સાથે વિજય થતાં કાયઁકરો-નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ભાજપના ધારાસભ્ય રિતેશભાઇ વસાવાએ ધારાસભ્ય તરીકેનો પોતાનો પગાર વિધવા મહિલાઓ માટે ફાળવશે તેવી જાહેરાત કરાઇ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.