IITનુ ગ્લોબલ વિસ્તરણ, UAE સહિત આ દેશોમાં ખોલવામાં આવશે કેમ્પસ
નવી દિલ્હી, તા. 21 ઓગસ્ટ 2022 રવિવારઆઈઆઈટી સમગ્ર દુનિયામાં પોતાના ગુણવત્તાસભર શિક્ષણ માટે ઓળખાય છે. હવે ટૂંક સમયમાં જ આઈઆઈટીનુ ગ્લોબલ વિસ્તરણ થશે. આઈઆઈટીને વિશ્વ સ્તરે પહોંચાડવા માટે કેન્દ્ર દ્વારા બનાવાયેલી સમિતિએ વિદેશ સ્થિત ભારતીય દૂતાવાસો સાથે કાઉન્સેલિંગ બાદ 7 દેશોને ચિહ્નિત કર્યા છે, જ્યાં આઈઆઈટીના ગ્લોબલ કેમ્પસ ખોલવામાં આવશે. આ સાત દેશ છે, બ્રિટન, સંયુક્ત અરબ અમીરાત, ઈજિપ્ત, સાઉદી અરેબિયા, કતાર, મલેશિયા અને થાઈલેન્ડ.આ દેશ માપદંડો પર ખરા ઉતર્યાસમિતિએ આ સાત દેશોમાં આઈઆઈટીના ઈન્ડિયન ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના બ્રાન્ડ નામથી ખોલવાની સલાહ આપી છે. આઈઆઈટી કાઉન્સિલ સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડો કે રાધાકૃષ્ણનની નેતૃત્વવાળી 17 સભ્યની કમિટીએ શિક્ષણ મંત્રાલયને મોકલેલા પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે આ સાતેય દેશો અમુક મુખ્ય માપદંડોમાં ઉચ્ચ સ્થાને છે. આ માપદંડોમાં રૂચિ અને પ્રતિબદ્ધતાનુ સ્તર, શૈક્ષણિક પેઢી, ગુણવત્તાસભર શિક્ષકો અને વિદ્યાર્થીઓને આકર્ષિત કરવા માટે અનુકૂળ તંત્ર, નિયમનકારી જોગવાઈઓ અને ભારતના બ્રાન્ડિંગ અને સંબંધોને વધારવા માટે સંભવિત લાભ સામેલ છે.બ્રિટનની 6 યુનિવર્સિટી પાસેથી નક્કર પ્રસ્તાવ મળ્યાકમિટીએ આ રિપોર્ટ 26 દેશોમાં સ્થિત ભારતી મિશનોથી પ્રાપ્ત ફીડબેકના આધારે તૈયાર કર્યો છે. આ માટે વિદેશ મંત્રાલયે 2 ફેબ્રુઆરી અને 28 માર્ચએ આ મિશનોના અધિકારીઓની સાથે વર્ચ્યુઅલ બેઠકોની વ્યવસ્થા કરી હતી. જેમાં ઈકોનોમિક ડિપ્લોમેસી સેક્શનના અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. બ્રિટનમાં ભારતીય હાઈ કમિશન પાસેથી પ્રાપ્ત ઈનપુટમાં કહેવામાં આવ્યુ છે કે આઈઆઈટી ગ્લોબલ કેમ્પસમાં સહયોગ માટે બ્રિટન તરફથી 6 નક્કર દરખાસ્ત મળી છે. આ પ્રસ્તાવ યુનિવર્સિટી ઓફ બર્મિંઘમ, કિંગ્સ કોલેજ લંડન, યુનિવર્સિટી ઓફ એક્સેટર, યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ, યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ અને યુનિવર્સિટી કોલેજ ઓફ લંડન તરફથી આવ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.