મુંબઈમાં આગમાં 3 બાળકો સહિત 7 ભડથું:ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનમાં લાગેલી આગ પહેલા માળ સુધી પહોંચી, શોર્ટ સર્કિટના કારણે વિકરાળ આગ ભભુકી હોવાની આશંકા
મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં સિદ્ધાર્થ કોલોનીમાં 3 માળની ઈમારતમાં આગ લાગી હતી, જેના કારણે એક જ પરિવારના 3 બાળકો સહિત 7 લોકો ભડથું થઈ ગયા હતા. આ ઘટના રવિવારે સવારે 5.20 કલાકે બની હતી. ઘટનાને નજરેજોનારે જણાવ્યું કે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનમાં ભીષણ આગ લાગી હતી. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. થોડી જ વારમાં આગ ઉપરના માળે પહોંચી હતી, પરંતુ ત્યાં રહેતા લોકોને બચાવી શકાયા ન હતા. આગ ઓલવ્યા બાદ તેને રાજાવાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકોની ઓળખ પેરિસ ગુપ્તા (7 વર્ષ), મંજુ પ્રેમ ગુપ્તા (30 વર્ષ), અનિતા ગુપ્તા (39 વર્ષ), પ્રેમ ગુપ્તા (30 વર્ષ) અને નરેન્દ્ર ગુપ્તા (10 વર્ષ) તરીકે થઈ છે. બાકીના 2 લોકોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. હાલ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. જોકે, મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હશે. શોર્ટ સર્કિટના કારણે દુકાનમાં વિસ્ફોટ થયો હતો અને આગ આખા બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી. ઘટનાની 3 તસવીરો... બિલ્ડિંગમાં માત્ર એક જ રસ્તો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બિલ્ડિંગમાં પ્રવેશવાનો એક જ રસ્તો હતો. વિકરાળ જ્વાળાઓને કારણે પાડોશી અંદર ફસાયેલા પરિવારને બચાવી શક્યા ન હતા. ફાયર બ્રિગેડે પણબહારથી આગ ઓલવવામાં સફળતા મેળવી હતી. જ્યાં સુધી આગ બુઝાઈ ન જાય ત્યાં સુધી તેઓ અંદર જઈ શક્યા ન હતા. આ કારણોસર પરિવારને સમયસર બચાવી શકાયો ન હતો. આગમાં તેઓ ખરાબ રીતે દાઝી ગયા હતા. આગ સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો... UPના ફતેહપુરમાં ફટાકડાના કારખાનામાં આગ, પિતા-પુત્રના મોત; દોરડું કાપતી વખતે આગ લાગી હતી યુપીના ફતેહપુરના ધરમપુર ગામમાં 5 ઓક્ટોબરે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી. ફટાકડા બનાવતી વખતે દોરડું કાપતી વખતે સ્પાર્ક થતાં આ દુર્ઘટના બની હતો. જેમાં પિતા-પુત્ર દાઝી ગયા હતા. બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન બંનેનું મોત થયું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.