પાટડી પંથકમાં ઘેટાંમાં વાયરસ પ્રસરતા 7 પશુના મોત નિપજ્યા
પાટડી : પાટડી તાલુકામાં કેટલીક જગ્યાએ ગાયોમાં લંપી વાયરસના લક્ષણો જણાતા તંત્ર દ્વારા રશીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે.ત્યારે હવે ઘેટામાં પણ લમ્પી જેવા સીપ બોક્સ વાયરસનાં લક્ષણો દેખાતા પશુપાલકોની ચિંતામાં વધારો થયો છે.પાટડીનાં હિંમતપુરા ગામે ઘેટામાં સીપ બોક્સ નામના વાયરસનાં લક્ષણો દેખાતા પશુપાલકોમાં ચિંતા પશુપાલકે જણાવ્યું હતું કે હિંમતપુરામાં ઘેટાઓમાં છેલ્લા પાંચ દિવસથી લંપિ જેવા કોઈ વાયરસના લક્ષણો જણાતા ઘેટાંના સરીરે લાલચામા ઉપસી આવે છે. તેમજ કાન અને પગના ભાગે પણ ગુમડા જેવું થઈ જાય છે અને ઘેટા ચાલી શકતા નથી. જેને કારણે બે દિવસમાં સાત ઘેટાના મોત નીપજ્યા હતા. બનાવની જાણ પશુ ચિકિત્સકને કરાતા તેઓ હિંમતપુરા આવી પહોંચ્યા હતા અને ઘેટાઓને જોતા જણાવ્યું હતું કે સીપ બોક્સ નામનાં વાયરસની અસર જોવા મળી રહી છે. જેથી તેમણે તરતજ ઘેટાંને રશી આપવાની કામગીરી શરૂ કરી હતી. પશુ ચિકિસ્તકે જણાવ્યું હતું કે જે ઘેટા મૃત્યુ પામ્યા હતા તેઓનું પીએમ કરી તેના સેમ્પલ મોકલી અપાયા છે. પાટડી તાલુકામાં ગામે ગામ ઘેટા બકરા રાખતા પશુપાલકો સાથે સંપર્ક કરી તમામ ઘેટાઓને રસી આપવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. જેથી આ વાયરસ ફેલાતો અટકાવી શકાય અને ઘેટાંમાં ફેલાતો આ વાયરસને માણસની ભાષામાં અછબડા કહી શકાય છે, પરંતુ આ વાયરસ ઘેટાં સિવાય બીજા કોઈ પશુમાં ફેલાતો નથી. આ વાયરસ અન્ય ઘેટામાં નાં ફેલાય તે માટે મૃત ઘેટાને જેસીબી દ્વારા ખાડો કરી જમીનમાં દાટી દેવામાં આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.