જૂની પાદરડી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી... - At This Time

જૂની પાદરડી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી…


શહેરા

શહેરા તાલુકાની જૂની પાદરડી પ્રાથમિક શાળામાં આજરોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી ગણિત વિજ્ઞાન શિક્ષક રણજીતસિંહ બારીઆના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા ભારત તેમજ વિશ્વના મહાન વૈજ્ઞાનિકોની શોધખોળો સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમજ શાળા કક્ષાએ વિદ્યાર્થીઓને વિજ્ઞાન શું છે ? વિજ્ઞાન કયા સિદ્ધાંતથી કામ કરે છે ? તેમજ વિજ્ઞાનના લાભાલાભ સંદર્ભે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. આજના વિજ્ઞાન દિવસે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આચાર્ય સુશીલાબેન પટેલ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમની ફોટોગ્રાફી તેમજ વિડીયોગ્રાફી દુર્ગેશ પગી તેમજ સમગ્ર સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર શાળા પરિવાર ભાનુંભાઈ પટેલ, ઈલાબેન પટેલ, કવિતાબેન ડીંડોર તેમજ ડૉ.કલ્પેશ પરમાર વિજ્ઞાન દિવસ ઉજવણીમાં સહભાગી બન્યા હતા.

બ્યુરોચીફ, વિનોદ પગી પંચમહાલ
મો,8140210077


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.