૨૧ મી જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્ત  "નારી સશિતકરણ માટે યોગ" થીમ અંતર્ગત દામનગર ખાતે યોગસંવાદનું આયોજન થયું - At This Time

૨૧ મી જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્ત  “નારી સશિતકરણ માટે યોગ” થીમ અંતર્ગત દામનગર ખાતે યોગસંવાદનું આયોજન થયું


૨૧ મી જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્ત  "નારી સશિતકરણ માટે યોગ" થીમ અંતર્ગત દામનગર ખાતે યોગસંવાદનું આયોજન થયું

દામનગર આગામી ૨૧ મી જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્ત પતંજલિ ની યોગ સંવાદ શિબીર "નારી સશિતકરણ માટે યોગ" થીમ અંતર્ગત દામનગર ખાતે યોગ સંવાદનું આયોજન થયું. આજરોજ દામનગર ગાયત્રી મંદિર ખાતે સ્વામી શ્રી બાબા રામદેવજીના પરમ શિષ્યશ્રી તનુજાબેન આર્યાજી હરિદ્વારથી પધાર્યા હતા. ૨૧ મી જુન અંતર્ગત વિશેષ પ્રોગ્રામમાં નારી સશક્તિકરણ માટે યોગ થીમ સાથે તનુજાબેન આર્યા અને યુવતી પ્રભારી નમ્રતાબેન ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોગ્રામમાં પતંજલિ લાઠી તાલુકા પ્રભારી જયદીપસિંહ ચૌહાણ દ્વારા શાબ્દિક અને સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું. સોનલબા જયદીપસિંહ ચૌહાણ દ્વારા તનુજા આર્યાજીનું બુક દ્વારા અને દામનગર નીમુબેન ગોબરભાઈ નારોલા દ્વારા યુવતી પ્રભારી નમ્રતાબેનનું બૂકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તનુજાબેન દ્વારાં મહિલાઓને આસન ,પ્રાણાયામ, આહાર, અને આયુર્વેદિક નું ખુબ સરસ રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં ૩૦ થી ૪૦ મહિલાબેનો જોડાણા હતા. આ પ્રોગ્રામમાં બધા મહિલા પોતાના જીવનમાં યોગ અપનાવશે. યોગ કરશે એ ભાવ સાથે અને સંકલ્પ સાથે આ કાર્યક્રમ ખુબ સરસ રીતે સમપૂર્ણ થયો હતો.કરો યોગ રહો મસ્ત.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.