લખતર તાલુકામાં આખો દિવસ વાદળ છાયા વાતાવરણ રહ્યા બાદ સાંજના સમયે તોફાની પવન સાથે વરસાદનું આગમન - At This Time

લખતર તાલુકામાં આખો દિવસ વાદળ છાયા વાતાવરણ રહ્યા બાદ સાંજના સમયે તોફાની પવન સાથે વરસાદનું આગમન


લખતર તાલુકામાં આખો દિવસ વાદળ છાયા વાતાવરણ રહ્યા બાદ સાંજના સમયે તોફાની પવન સાથે વરસાદનું આગમન વરસાદ આવતા વાનર સહિતના પશુ પક્ષી સલામત સ્થળ ગોતવા લાગ્યાઆ વર્ષે ઉનાળામાં અતિશય ગરમી પડયા બાદ છે એક સપ્તાહથી વાતાવરણમાં ગરમી સાથે ઉકળાટનું પ્રમાણ વધ્યુ હતુ લોકો સવાર સાંજ બપોરના સમયે પંખા એસી કુલર વગર રહી શકે નહી તેવી હાલત થઈ હતી ત્યારે છેલ્લા એક સપ્તાહથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ગરમી સાથે ઉકળાટ સાથે બફારાનું પ્રમાણ વધ્યું હતું છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં ફેરફાર થતા સવાર સાંજ સહિત આખો દિવસ વરસાદી વાતાવરણ થતુ હોય તેમ વાદળ છવાતા આખો દિવસ તડકો છાયો રહેતો હતો ત્યારે આજે સાંજના સમયે અચાનક વાતાવરણમાં ફેરફાર થતા પવનની ગતિ વધવા સાથે પશ્ચિમ દિશા તરફથી વાદળ આવતા ધીમીધારે વરસાદ શરૂ થયો હતો આથી આખા દિવસની ગરમી અને ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક છવાઈ હતી સાથે વાનર સહિતના પશુ પક્ષી સલામત સ્થળ શોધવા લાગ્યા હતા

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.