પોલીસ દ્વારા મહીસાગર જિલ્લામાં પત્રકાર સાથે બિભસ્ત વર્તન કરતા આવેદનપત્ર આપવામાં આવ્યું. - At This Time

પોલીસ દ્વારા મહીસાગર જિલ્લામાં પત્રકાર સાથે બિભસ્ત વર્તન કરતા આવેદનપત્ર આપવામાં આવ્યું.


સંતરામપુરના વિશિષ્ટ અનુભવો અને સત્ય સાથે ચાલનારા પ્રત્રકાર સલમાન મોરાવાલા પર મહિસાગર જિલ્લામાં પોલીસ દ્વારા વર્તન કર્યું હતું તેના અનુસંધાને આજરોજ મોડાસા ખાતે પત્રકારશ્રીઓ દ્ધારા સખત વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

સંતરામપુર નગરમાં આઝાદ મેદાનમાં વિશ્વ આદિવાસી દિવસ કાર્યક્રમનું કવરેજ કરવા આવેલ પત્રકાર સાથે સંતરામપુર પોલીસે અને બહારથી આવેલ પોલીસ ઓફિસરે પત્રકાર સાથે મનફાવે તેમ બિભત્સ વર્તન કર્યું.
સંતરામપુર શહેરના આઝાદ મેદાન ખાતે યોજાયેલ એક કાર્યક્રમનું કવરેજ કરી રહેલ પત્રકારને બ્લેક કપડાં પહેર્યા હોવાથી કાર્યક્રમનું કવરેજ નહીં કરવાનું અને કાર્યક્રમમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા બિભસ્ત વર્તન કરવામાં આવતા તેના અનુસંધાને આજરોજ મોડાસા ખાતે પત્રકાર શ્રીઓ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ભવિષ્યમાં ક્યાંયપણ કોઈપણ પત્રકાર પર કોઈ પણ જાતનો અત્યાચાર અન્યય ન થાય તે માટે સમગ્ર વહીવટી તંત્રને યોગ્ય આદેશ આપવા માટે માંગણી કરવામાં આવી હતી.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.