આજે સિહોરમાં કામદાર નેતા અશોક વેગડની આત્મવિલોપનનીચીમકી બાદ શિહોર પોલીસ સ્ટાફ દ્વારા અટકાયત
સામાજિક ભારતીય જનતા પાર્ટીના વલભીપુર ના નેતા અશોક વેગડ દ્વારા સિહોર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને થતા અન્યાય બાબતે સિહોર નગરપાલિકા ખાતે આત્મવિલોપન ની ચીમકી અપાઈ હતી.
આત્મવિલોપન ની ચીમકી બાદ પોલીસ તંત્ર દ્વારા નગરપાલિકા ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ત્યારે અલગ અલગ વાતો વહેતી થઈ હતી વલભીપુર છે,ભાવનગર છે વગેરે બાદ અચાનક એક વિડીઓ વાઇરલ થયો હતો જેમાં અશોક વેગડ દ્વારા જણાવાયું હતું કે
મારી અરજ છે કે તા 14/09/2023ની રજુઆત મા મારી સમાજના લોકોને ન્યાય ની જરૂર છે
સિહોર નગરપાલિકાના મહેકમ કલાર્ક શ્રી ખોટી રીતે હેરાન કરે છે કે મારી સમાજના વિધવા મહિલા નાં પેન્શન કેસ તૈયાર કરતા નથી અને સફાઈ કામદારો ને અઠવાડિયા એક રજા પગાર ધોરણ ચુકવવામાં નથી આવતું જયારે ઓફિસ કર્મચારી ને તમામ ને પુરો પગાર ચુકવે છે સફાઈ કામદારો ને 26દિવસ નો પગાર ચુકવે છે
વાલ્મિકી સફાઈ કામદારો ગુજરાત હાઈકોર્ટ કેસ જીતી ગયા હતા છતાં તેમની કાયમીક કરવા ની મંજુરી ની દરખાસ્ત કરવામાં નથી આવી જયારે અન્ય કામદારો ની મંજુરી ની દરખાસ્ત કરવામાં આવી છે તેમને કાયમીકતા ના લાભો પણ આપવામાં આવે છે હાલ તમને છઠુ પગાર ધોરણ ચુકવવામાં આવે છે કયાં કારણોસર
વાલ્મિક સફાઈ કામદાર મંજુરી લેવા મા આવતી નથી
ચાલુ ફરજ દરમિયાન મુત્યુ થયેલ શ્રી રવજીભાઈ મેરાભાઈ વાઘેલા નાં વારસદાર ને રહેમરાહે નિમણૂંક મળેલ નથી કે ઉચ્ચક સહાય પણ ચુકવવામાં નથી આવી
આ બાબતે મારાં દ્વારા શિહોર મામલતદાર શ્રી ને તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાયઁક્રમ મા ફરિયાદ રજૂ કરવામાં આવેલ. તેમાં ખોટા જવાબ આપ્યો છે તેની જાણકારી મામલતદાર શ્રી રજુઆત કરી હતી છતાં વાલ્મીકી સમાજના સફાઈ કામદાર સાથે જાતિ વાદ કરવામાં આવેલછે
ઉપરોક્ત પ્રશ્નનો ઉકેલ ન મળે એટલે આપને વિનંતિ કરુ છુ કે મારી ગરીબ સમાજને ન્યાય મળે તેવી રજૂઆત છે અશોક ભાઈ વેગડ આ વિડીઓ બાદ ભાવનગર મ્યુનિસિપલ કમિશનર ને પણ ફરીયાદ કરી હતી કોઈ કાર્યવાહી ન થતા આત્મવિલોપન ની ચીમકી ઉચ્ચારી હતી ત્યારે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી બપોરે અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતાં.
સિહોર પોલીસ ,નગરપાલિકા ફાયર ઓફિસર,સ્ટાફ ખડેપગે રહી કઈ અનિચ્છનીય બનાવ ન બને માટે સજાગતા દાખવી હતી . રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.