વિઝન સાયન્સ ઈન્ટરનેશનલ સ્કૂલ – સાયલામાં ગુરુપૂર્ણિમા તથા મોળાકત વ્રતની ઉજવણી કરાઇ.
સાયલાની વિઝન સાયન્સ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ગુરુપૂર્ણિમા અને મોળાકત વ્રતની ઉજવણી કરવામાં આવી જેમાં શિક્ષકગણ દ્વારા બાળકોને ગુરુ અંગે અલગ અલગ દ્રષ્ટાંત થકી ગુરુપૂર્ણિમાનાં મહત્વની સમજ આપવામાં આવી હતી તેમજ બાળકો દ્વારા વાલ્મિકીઋષિનાં જીવનચરિત્ર પર સુંદર નાટક તથા ગીત રજૂ કરવામાં આવ્યાં અને ગુરુ અંગે અલગ અલગ ભાષામાં સ્પીચ થકી જીવનમાં ગુરુનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને પ્રથમ ગુરુ એવા માતા - પિતાને દરરોજ પૂજન કરવા અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓ ગોરમા બનીને આવીને મોળાકત વ્રતની પણ ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમના અંતે શાળાનાં તમામ વિદ્યાર્થીઓ ડી.જે નાં તાલે ગરબે ઘૂમ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં બુટેશ સભાણી, અંકિત જેસડીયા તથા શિક્ષકગણે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.