રાષ્ટ્ર દેવો ભવ ની પ્રતિજ્ઞા સાથે સપ્તપદી રક્તદાન દેહદાન ચક્ષુદાન વૃક્ષરોપણ ટ્રાફિક નિયમ વ્યસન મુક્તિ ની વચનબદ્ધતા - At This Time

રાષ્ટ્ર દેવો ભવ ની પ્રતિજ્ઞા સાથે સપ્તપદી રક્તદાન દેહદાન ચક્ષુદાન વૃક્ષરોપણ ટ્રાફિક નિયમ વ્યસન મુક્તિ ની વચનબદ્ધતા


રાષ્ટ્ર દેવો ભવ ની પ્રતિજ્ઞા સાથે સપ્તપદી
રક્તદાન દેહદાન ચક્ષુદાન વૃક્ષરોપણ ટ્રાફિક નિયમ વ્યસન મુક્તિ ની વચનબદ્ધતા

સુરત મૂળ સૌરાષ્ટ્ર ના ગારીયાધાર તાલુકા માં માંડવી ના યુવક યશ ચાંદપરા ની આદર્શ વિચારધારા આ નવયુગલ ની લગ્ન કંકોત્રી માં રાષ્ટ્રપ્રેમ સામે આવ્યો. લગ્ન પ્રતિકા તિરંગા થીમ માં બનાવી.
લગ્ન પત્રિકા માં સ્વામી વિવેકાનંદ તેમજ સરદાર પટેલ ની પ્રતિમા ને સ્થાન આપ્યું. તેમજ સામાજિક બદલાવનો સંદેશો આપે છે વૃક્ષ વાવો, ટ્રાફિક નિયમો, વ્યસન, વ્યાજખોરો, રક્તદાન, ચક્ષુદાન, દેહદાન, રાષ્ટ્ર માટે વફાદારી વગેરે હદયસ્પર્શી વચનબદ્ધતા આમંત્રણ પત્રિકામાં વ્યક્ત કરાય છે કંકોત્રીના પેજ પર "કર ભલા હો ભલા" ના સંકલ્પ સાથે વ્યસન મુક્તિ (JUST SAY NO TO DRUGS)ના સંદેશો છપાવ્યા.
દેવ દિવાળીના બીજા દિવસે થી સમાજમાં લગ્ન સરા શરૂ થઈ ગયા છે ત્યારે દરેક પરિવાર પોતાના આંગણે આવેલા પ્રસંગોમાં ખૂબ સારી રીતે દિપાવવા માટે પ્રયાસો કરતા હોય છે પરંતુ મોટા વરાછા વિસ્તારમાં રહેતા મૂળ ભાવનગર જિલ્લાના માંડવી ગામના ચાંદપરા પરિવાર માં રાજેશભાઇ ના પુત્રરત્ન યશ ના લગ્ન પ્રસંગે લગ્ન આમંત્રણ પત્રિકામાં સપ્તપદીના સાત વચનની સાથે સાથે સામાજિક જન જાગૃતિ માટેના સાત વચનો દ્વારા સગા સ્નેહી સંબંધીઓ અને લગ્નમાં આવનાર દરેક વ્યક્તિ જાગૃત થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.
રક્તદાન કરીએ અને કરાવ્યા. બીજું વચન ટ્રાફિકનિયમોનું પાલન કરીએ અને કરાવીએ.ત્રીજું વ્યસન અને વ્યાજખોરોથી દૂર રહી અને બીજાને દૂર રાખે. ચોથુ લોક જાગૃતિના કામ કરીએ અને કરાવીએ.પાંચમું ચક્ષુદાન અને દેહદાન નો સંકલ્પ કરી.છઠ્ઠું વૃક્ષો વાવીએ અને વવડાવીએ અને સાતમાં વચનમાં સમાજ કે રાષ્ટ્ર માટે હંમેશા વફાદાર રહીએ વગેરે વચનોની નોંધ કરવામાં આવી છે. વરરાજા યશ એ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં યુવા પેઢીમાં ડ્રગ્સનું વ્યસનો ખૂબ જ પ્રમાણ વધી રહ્યું છે ત્યારે અમારા ઘરે આવેલા પ્રસંગ થી વ્યસન મુક્તિનો સંકલ્પ થાય યુવાનોમાં જાગૃતિ આવે તેવો નમ્ર પ્રયાસ કર્યો છે.સામાજિક સંરચના માં સુધારો કરવો એ પોતા ના ઘેર થી આચરણ કરી ને કરાય તો વ્યાપક બની સમાજ માટે પ્રેરણાત્મક બની રહે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.