કેશોદ ફેમિલી કોર્ટની ૯૦ દિવસની સજા વોરંટની આરોપીને બજવણી કરી ધરપકડ કરી જેલમાં ધકેલથી માળીયાહાટીના પોલીસ
પ્રેસ નોટ તા.૦૨/૦૧/૨૦૨૫
કેશોદ ફેમિલી કોર્ટની ૯૦ દિવસની સજા વોરંટની આરોપીને બજવણી કરી ધરપકડ કરી જેલમાં ધકેલથી માળીયાહાટીના પોલીસ
-----------------------------------------------------------------------------
મ્હે જુનાગઢ રેન્જના પોલીસ મહાર્નિશક શ્રી નિલેશ જાંજડીયા સાહેબ તથા જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓએ તથા માંગરોળ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.વી.કોડીયાતર સાહેબ નામદાર કોર્ટ તરફથી સજા થયેલ હોય તેવા નાસતા-ફરતા આરોપીને પકડી નામદાર કોર્ટમાં રજુ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને શેરીયાખાણ ગામના અમીનહુસેનભાઇ ઇકબાલભાઇ બુખારીને કેશોદ ફેમિલી કોર્ટના ફોજદારી પરચુરણ અરજી નંબર 499/2024 ના કેસના આ કામનો આરોપી અમીનહુસેનભાઇ ઇકબાલભાઇ બુખારી રહે. શેરીયાખાણ તાલુકો માળીયાહાટીના જિલ્લો જુનાગઢ જે આ કામના આરોપીએ ભરણપોષણ માટે દર મહીને રુપિયા ૨૦૦૦/- એમ કુલ ૬ મહીના ના કુલ રૂપિયા ૧૨,૦૦૦/- આ કામના આરોપી ભરતા ન હોય જેથી આ કામના આરોપીને ધરપકડ કરવા માટે અને જેલમાં મોકલવા માટે કેશોદ ની પ્રિન્સિપાલ ફેમિલી કોર્ટના જજ સાહેબ પી.વી.શ્રીવાસ્તવ સાહેબ આ કામના આરોપી અમીનહુસેનભાઇ ઇકબાલભાઇ બુખારીને ૯૦ દિવસની સાદી જેલની સજા ભોગવવા માટે નો હુકમ કરેલ હતો અને આરોપી ને ધરપકડ કરીને જુનાગઢ જિલ્લા જેલમાં મોકલવા હુકમ કરેલ હતો જે વોરંટ બજવવા માટે માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવેલ હતું જે વોરંટ ની બજવણી કરવા માટે પોલીસ સબ ઇન્સ. એસ.આઇ.સુમરા ની સુચના મુજબ પોલીસ હેડ કોન્સ. નિલેશભાઇ મણીશંકરભાઇ ધ્રાંગડ તથા પોલીસ કોન્સ. દીલાવરસિંહ વાલાભાઇ મોરી ને સંયુકતમાં બાતમી મળેલ કે આ કામનો આરોપી અમીનહુસેનભાઇ ઇકબાલભાઇ બુખારી રહે. શેરીયાખાણ તેમના ઘરે આવેલ હોય જેથી આરોપીને તાત્કાલિક પકડી કાયદેસરની કાર્યવાહી કરી જુનાગઢ જેલમાં મોકલવા માટેની કાર્યવાહી હાથ ધરેલ છે
પકડાયેલ આરોપી–
અમીનહુસેનભાઇ ઇકબાલભાઇ બુખારી રહે.શેરીયાખાણ ગામ ધાર વિસ્તાર શેપા રોડ તા.માળીયાહાટીના જી.જુનાગઢ
આ કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓ –
આ સારી કામગીરી પોલીસ સબ ઇન્સ. શ્રી એસ.આઇ.સુમરા તથા પોલીસ હેડ કોન્સ. નિલેષભાઇ મણીશંકર ધ્રાંગડ તથા પોલીસ કોન્સ. દીલાવરસિંહ વાલાભાઇ મોરી વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.