આજથી લાગુ થયો ટેલિકોમ એક્ટ 2023, જાણો શું છે - At This Time

આજથી લાગુ થયો ટેલિકોમ એક્ટ 2023, જાણો શું છે


(ભરત ભડણિયા દ્વારા)
નકલી સિમ કાર્ડ..૩ વર્ષની જેલ/50 લાખનો દંડ

આજે 26 જૂન 2024થી નવા 'ટેલિકોમ્યુનિકેશન કાયદો 2023" દેશભરમાં લાગુ, હવે ભારતીયો જીવન દરમિયાન વધુમાં વધુ 9 સિમકાર્ડ જ લઈ શકશે, સાથે જ નકલી સિમકાર્ડ લેવા પર 3 વર્ષની જેલ અને 50 લાખ સુધીનો દંડ પણ થઈ શકે
નવું ટેલિકોમ્યુનિકેશન બિલ 2023 બુધવારે, 20 ડિસેમ્બરે લોકસભામાં પસાર થયું હતું.
નવો ટેલિકોમ એક્ટ 2023 આજથી એટલે કે 26 જૂનથી અમલમાં આવી રહ્યો છે. આજથી કાયદાની કલમ 1, 2, 10 થી 30, 42 થી 44, 46, 47, 50 થી 58, 61 અને 62 ની જોગવાઈઓ પણ અમલમાં આવશે. આ નવો ટેલિકોમ એક્ટ ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ (1885) અને ઇન્ડિયન વાયરલેસ ટેલિગ્રાફ એક્ટ (1933) જેવા હાલના કાયદાઓનું સ્થાન લેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.