આગામી 24 કલાક માટે ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર : કેટલાક સ્થળોએ અતિભારે વરસાદ ખાબકશે
મૌસમી પવન ગુજરાત પર સક્રિય થતા 48 કલાકમાં કેટલાક સ્થળોએ અતિભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધુ જોવા મળશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
હાલમાં ગુજરાતથી લઈને મહારાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તાફોમાં ઓફ શોર ટ્રફ સક્રિય છે. આ ઉપરાંત ચાર જુલાઈએ ઓડિશાની નજીક લો પ્રેશર સર્જાશે. જેની અસર હેઠળ પાંચ જુલાઈ બાદ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.