શિક્ષકદિનના શુભ દિવસે કનેસરા ગામમા જાહેર પુસ્તકાલય ખુલ્લુ મુકવામા આવ્યુ
આજે જસદણ તાલુકાના કનેસરા ગામે જાહેર જનતા માટે પુસ્તકાલય ખુલ્લુ મુકવામા આવ્યુ. આ ગામના યુવાન અને શિક્ષક એવા હાંડા પ્રવિણભાઇ જી. અને કુકડિયા અશોકભાઈ પી. તેમજ ગામમા જ આવેલ શ્રી નારાયણ નકલંક સિદ્ધાશ્રમના મહંત શ્રી નિલેશબાપુ દુધરેજીયાને ગામમા પુસ્તકાલય બનાવવાનો વિચાર આવ્યો. તો વિચારને વધાવી લઈ ગામના જાગૃત યુવાનોના સહયોગથી આજે આ સપનુ સાકાર થયુ. આજે પુસ્તકાલયમા સ્પર્ધાત્મક પરીક્ષા, ધાર્મિક તેમજ સાહિત્ય સહિતના ૫૦૦ કરતા પણ વધુ પુસ્તકો ઉપલબ્ધ છે. તેમજ વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે અન્ય પુસ્તકો પણ દાતાઓના સહયોગથી ઉપલબ્ધ કરવામા આવશે. આ પુસ્તકોનો ઉપયોગ ગામના કે આસપાસના ગામના કોઈપણ વ્યક્તિ સભ્ય બનીને વિનામૂલ્યે ઉપયોગ કરી શકશે. આ થવાથી ગામના યુવાનોને તૈયારી કરવા બહાર નહી જવુ પડે. આ પુસ્તકાલય યુવાનો તેમજ દાતાઓના સહયોગથી ચાલે છે. આ ઉદઘાટન પ્રસંગે ગામના સરપંચ, ગામની કુમાર શાળા તેમજ કન્યા શાળાના આચાર્યો તેમજ શિક્ષકો, સરકારી માધ્યમિક શાળાના આચાર્ય, મહાત્મા ગાંધી હાઈસ્કૂલના આચાર્ય, પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર સ્ટાફ, મેડિકલ સ્ટાફ, ગામના અગ્રણીઓ, ગામની યુવા ટીમ અને વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. આ પુસ્તકાલયમા ગામના યુવાનોઓ પોતાની બુકો પણ ભેટમા આપી હતી. આ ઉપરાંત જસદણથી કિશનસર રાઠોડ તેમજ શિવરાજસરે તેમજ ડૉ. અમૃત કોરે બુકો ભેટ આપી હતી. આ પુસ્તકાલયથી ગામના શિક્ષિત યુવાનોને અને ખાસ છોકરીઓને બહાર તૈયારી કરવા નહી જવુ પડે અને ગામમા જ સુવિધાઓ મળી રહેશે.આ પુસ્તકાલયનો એક હેતુ ગામના બાળકો ડિજિટલ દુનિયામા મોબાઈલ મુકી વાંચવા તરફ વળે એવો પણ છે. આ કાર્યક્રમ પ્રસંગે વધુમા વધુ લોકો આ પુસ્તકાલયનો ઉપયોગ કરે તેવુ કહેવામા આવ્યુ હતુ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.