ગઢડામાં મહોરમ ના તહેવાર લઈને શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ
ગઢડા(સ્વામીના) ખાતે આગામી મોહરમ મુસ્લિમ તહેવાર અનુસંધાને ગઢડા પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ - મુસ્લિમ આગેવાનોની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હતી આ મિટિંગમાં ગઢડા પીઆઇ પંડિત ગઢડા પી.એસ.આઈ. જી.જે. ગોહિલ પી.એસ.આઇ.વી .વી પંડ્યા ની આગેવાનીમાં પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં હિન્દુ - મુસ્લિમ સમાજના આગેવાનો, વેપારીઓ, વિ.હિ.પ., ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના રાજકીય સામાજીક આગેવાનોએ હાજરી આપી હતી. આ દરમિયાન આગેવાનો તરફથી ગઢડાની કોમી એખલાસ સાથે સૌહાર્દપૂર્ણ પરિસ્થિતિ જણાવી હરહંમેશ હિન્દુ - મુસ્લિમ સમાજ તરફથી એક બીજાના તહેવારો માટે પરસ્પર સહયોગની ભાવના હોવાનુ જણાવ્યુ હતુ. તેમજ પોલીસ અધિકારીઓ તરફથી પણ કોઈ જરૂરી સૂચન સહકારની જરૂરિયાત હોય તો ધ્યાન ઉપર મૂકવા જણાવ્યુ હતુ.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.