અબોલ પશુઓ માટે ૧૯૬૨ ફરતું પશુ દવાખાનું બન્યું સંજીવની સમાન - At This Time

અબોલ પશુઓ માટે ૧૯૬૨ ફરતું પશુ દવાખાનું બન્યું સંજીવની સમાન


(અજય ચૌહાણ દ્વારા)
લાઠીદડ અને ટાટમ ગામની ૧૯૬૨ની ટીમ દ્વારા બે કલાક ચાલેલી સર્જરીમાં ગાયને મોટી રાહત‌ આપવામાં આવી
ગુજરાત સરકારનું પશુપાલન ખાતું તેમજ ઈ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા સંચાલિત પશુ દવાખાના દ્વારા બોટાદ જિલ્લામાં ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ટાટમ‌ ગામના લાલજીભાઈ પડસરીયાની‌ ગીર ગાય છેલ્લા ૧ વર્ષથી શિંગડાના ભાગે‌ હોર્ન કેન્સર જેવી ગંભીર બિમારીથી પીડાતી‌‌ હતી.લાલજીભાઈ દ્વારા સરકારશ્રી‌ નિ:શુલ્ક હેલ્પ લાઈન ૧૯૬૨ પર ફોન‌ કરી ટાટમ એમ્બ્યુલન્સના ડોક્ટરનો સંપર્ક સાધ્યો હતો અને ગાયના ઓપરેશનનો સમય અને તારીખ નક્કી કરાયા હતા.જે મુજબ લાઠીદડ ફરતું પશુ દવાખાના અને ટાટમ ફરતા પશુ દવાખાનાની ટીમમાં ડો. હરપાલસિંહ ગીડા, ડો. હરેશ ચાવડા અને તેમની ટીમ‌માં કાર્યરત પાઈલટ કમ-ડ્રેસર કપિલ ગઢવી અને સુધીરભાઈ દ્વારા સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. ‌ ટીમ દ્વારા બે કલાક ચાલેલી સર્જરીમાં ગાયને મોટી રાહત‌ આપવામાં આવી હતી. મેડિકલ ટીમ દ્વારા પશુપાલકને દર બે દિવસે ડ્રેસિંગ કરવા માટે સલાહ આપવામાં આવી આવી છે. ગુજરાત સરકાર તેમજ ઈ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા સંચાલિત પશુ દવાખાનું અને જિલ્લાના પશુ પાલન ખાતાનો પશુપાલકે આભાર માન્યો હતો.બોટાદ જિલ્લા પશુપાલન અધિકારીશ્રી ડો. માળીએ તમામ પશુપાલકોને પશુ માટે મેડિકલ સંકટ સમયે હેલ્પલાઇન નં. ૧૯૬૨ પર સંપર્ક કરી નિઃશુલ્ક લાભ લેવા અનુરોધ કર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.