સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષાઓના સીસીટીવી ઓનલાઇન બંધ કરી સત્તાધિશોએ ગેરરીતિઓને પ્રોત્સાહન આપ્યું, લાખો રૂપિયાનો વહીવટ થયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગઈકાલે સિન્ડિકેટની બેઠક મળી હતી. જેમાં જુદા જુદા અનેક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ સૌથી મહત્ત્વનો મુદ્દો પરીક્ષા લાઈવ કરવા મુદ્દો હતો. યુનિવર્સિટી દ્વારા અગાઉ પરીક્ષા દરમિયાન થતી ચોરી અટકાવવા કેન્દ્રોમાં CCTV લાઈવ કરાવ્યા હતા અને દરેક લોકો જોઈ શકે તેવી વ્યવસ્થા કરી હતી. પરંતુ હવે સિન્ડિકેટની બેઠકમાં નક્કી કરાયું હતું કે, હવે દરેક લોકો પરીક્ષા કેન્દ્રમાં શું થઇ રહ્યું છે તે નહીં જોઈ શકે. તેને યુનિવર્સિટી આવવું પડશે અને પછી ત્યાંની સિસ્ટમમાં જોઈ શકશે. જેનો આજે NSUI દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને ખાનગી કોલેજ સંચાલકોના ઈશારે આ નિર્ણય લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.