બે સગીર બાઈક ચાલકો વચ્ચે અકસ્માત: એક ઘવાયો
વૈશાલીનગર નજીક બે સગીર બાઈક ચાલકો વચ્ચે અકસ્માત સર્જાતા એક તરૂણ ઘવાયો હતો. બનાવના પગલે ગાંધીગ્રામ પોલીસે સામ-સામી ફરીયાદ પરથી બન્ને સગીર તેના વાલીઓ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, રૈયા રોડ પર નહેરૂનગરમાં રહેતા 44 વર્ષીય વેપારીએ નોંધાવેલ ફરીયાદમાં જામનગર રોડ પર માધાપર ગેટની બાજુમાં રહેતા 17 વર્ષીય સગીર અને તેના વાલી વારસના નામ આપી જણાવ્યું હતું કે તેમનો સગીર 16 વર્ષીય પુત્ર ગઈ તા.3ના એકટીવા લઈ જતો હતો.
ત્યારે વૈશાલીનગર શેરી નં.9ના ખુણે સામેથી આવતા સગીર એકટીવા નં. જીજે 03- એનકયુ 3404ના ચાલકે બાઈક અથડાવતા બન્ને રોડ પર પટકાયા હતા જેમાં ફરીયાદીના પુત્રને મોઢામાં અને પગમાં ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે અકસ્માત સર્જનાર સગીર બાઈક ચાલક અને તેના વાલીવારસ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.
બનાવ અંગે વધુમાં પીએસઆઈ પી.બી. વારોતરીયાએ જણાવ્યું હતું કે ફરીયાદીનો પુત્ર પણ સગીર હોવાથી તેમની સામે પણ ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
