સંતરામપુરમાં મોટી કયાર સસ્તા અનાજ ની દુકાનના ચોરેલા135 કટ્ટા સાથે ત્રણ ઈસમો નેપોલીસે ઝડપી પાડ્યા - At This Time

સંતરામપુરમાં મોટી કયાર સસ્તા અનાજ ની દુકાનના ચોરેલા135 કટ્ટા સાથે ત્રણ ઈસમો નેપોલીસે ઝડપી પાડ્યા


સંતરામપુર તાલુકાના મોટીક્યાર ગામે આવેલ સસ્તા અનાજની દુકાનમાંથી ૧૩૫ કટ્ટા અનાજની ચોરી થઈ જેનો મુદ્દા માલ સંતરામપુર પોલીસે ફતેપુરા તાલુકાના એક વેપારી ની દુકાનમાંથી શક ના આધારે ઝડપી પાડ્યો.

બે મહિના અગાઉ સસ્તા અનાજની દુકાનના સંચાલકને સસ્પેન્ડ કરવામાં આવેલ હતો એ જ ઈસમે આ ચોરી કરી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સંતરામપુર તાલુકાના મોટીક્યાર. ગામે તા.૧૮/૮/૨૦૨૪ના રોજ સસ્તા અનાજની દુકાનમાં કોઈ ઇસમો દ્વારા દુકાનમાંથી ૧૩૫ જેટલા કટ્ટાઓની ચોરી કરી તેનો અંજામ આપી ફરાર થઈ ગયેલ હતા. જેના બનાવ બાબતે સસ્તા અનાજની દુકાનના સંચાલકે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ હતી જેને આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

સમગ્ર ચોરીના બનાવવા બાબતે પોલીસ એક્શનમાં આવી જઈને ગુનાની ગંભીરતા સમજીને ગુનાની તપાસમાં નીકળેલ હતા ત્યારે દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતે તપાસ કરતા અનાજના લે-વેચના મોટા વ્યાપારી ( સુભાષ ભાઈ અગ્રવાલ) ને ત્યાંથી 135 કટ્ટા મુદ્દામાલ જેમાં ઘઉં ૬૮કટ્ટા ચોખા ૬૧ કટ્ટા બાજરી ૧ કટ્ટો ખાંડ ૧ કટો તુવેર ૪ કટ્ટા સકના આધારે મુદ્દા માલ ઝડપી પાડીને ટેમ્પા મારફતે સંતરામપુર પોલીસ સ્ટેશન એ લાવવામાં આવ્યો છે અને આ બનાવ સંબંધી સંતરામપુર પોલીસે ત્રણ જેટલા ઇસમો (૧) વિનોદ દેવા તાવિયાડ (૨) હિતેશ મનસુખ તાવિયાડ અને (૩) રણજીત સોના પગી, ની ઘરપકડ કરીને કાયદેસરનો ગુનો દાખલ કરી સંતરામપુર કોર્ટમાં હાજર કરેલા છે.

સરકારી અનાજ ની ચોરી કરીને બીજા જિલ્લામાં વેચવાના ગુના સંબંધી બાબતે સંતરામપુર પોલીસે ત્રણ ગુનેગારોને સંતરામપુર કોર્ટમાં હાજર કરતા નામદાર કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા છે.

અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે મહીસાગર જિલ્લો અને તેમાંય સંતરામપુર અને કડાણા તાલુકાના સસ્તા અનાજમાંથી સગે વગે થતો અનાજનો મોટા પાયાનો જથ્થો દાહોદ જિલ્લા ના ફતેપુરા તાલુકામાં વેચવામાં આવી રહ્યા હોવાનું લોક ચર્ચાઓમાં સાંભળવા મળ્યું છે.

દાહોદ જિલ્લા પુરવઠા અધિકારી સાથે સાથે જિલ્લા સમાહર્તા દ્વારા ખૂબ જ ઘનિષ્ઠ ચેકિંગ કરવામાં આવે તો દાહોદ જિલ્લાનું હબ એવા ફતેપુરા તાલુકામાં સસ્તા અનાજની દુકાનો માંથી ખુબજ મોટી માત્રામાં જથ્થો ફતેપુરા તાલુકાના વેપારીઓના વેચવામાં આવતો હોવાનું સૂત્ર દ્વારા જાણવા મળેલ છે.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.