શૌર્ય ભક્તિ અને કલા નો વૈભવ ધરાવતું ગામ દુધઈ
*ગામ નામ ગાથા - દુધઈ*
*શુરવિરતા ભક્તિ અને કલા નો સમન્વય એક ગામમાં જોવા મળે છે*
*વડવાળા મંદિર દુધઈધામ ગુજરાત માં છે પ્રખ્યાત*
........... ......... .........
આજે વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકા ના દૂધઈ ગામની... આ ગામનું નામકરણ મારામતે દૂધાજી પરમાર ના નામે થયેલ છે મુળ તો મુળી ના પરમાર ભાઈઓ ગાયોને બચાવવા વિધર્મી ઓ સાથે ની અથડામણ મા શહિદી વ્હોરી હતી તેમની ખાંભી આશરે 11 ફુટ ની છે હાલ તેના ઉપર મંદિર બની ગયેલ છે અને ફક્ત ખાંભી નો ઉપર નો ભાગ સ્પષ્ટ મંદિર મા છે અને હાલ તે દૂધૈયા પીર તરીકે મુસ્લિમ રીત રીવાજ મુજબ પુજન થતું હાલ આ મંદિર મા રામાપીર નું સ્થાનક સાથે છે છેલ્લા 45 વર્ષ થી ફકિર ન હોવાનાં કારણે હાલ સંપૂર્ણ હિન્દુ રિવાજ મુજબ રામાપીર ની પુજા થાય છે દૂધાજી ના નાનાભાઈ સિમાડા ઉપર શહિદ થતાં તે બાળાપીર થી સંપૂર્ણ મુસ્લિમ વિધી પ્રમાણે પુજા થાય છે.....
પહેલાં મુળી ના પરમાર સતામાં ગામનું તોરણ બંધાયેલ હોય તે પછી કાઠીઓ ની સતામાં વધારો થતાં ચોટીલા ના ખાચર ભાગદારો નીચે ઉમરડા સતા નીચે ખાચર કાઠીઓ ની સતા આવેલ હતી તે પછી ઈ. સ. 1870 ની આસપાસ માં ખાચરો એ કરપડા કાઠીઓ ને આ ગામ મળેલ માટે કરપડા ની સતા આવેલ હતી અને છેલ્લે ધાંગધ્રાં સ્ટેટ ને અમુક ભાગ કરપડા એ કરાર કરતા ધાંગધ્રાં ની સતા ઈ. સ. 1948 સુધી રહેલ હતી
આ ગામમાં આશરે 200 વર્ષ પહેલાં મેઘસ્વામી નામનાં સંત ના આવવાથી ભક્તિ મય માહોલ સર્જાયો હતો અતિશય દુષ્કાળ ના દિવસોમાં આ સંત અને ભક્તો દ્વારા એક તલાવડી ગાળવામાં આવેલ તે હજી પણ મોજુદ છે અને રમણીય છે પછી તેમને વડવાળા મંદિર ની સ્થાપના કરેલ હતી ત્યાં હાલ વિશાળ મંદિર છે અને ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કાઠીયાવાડ ના રબારી સમાજનો ગુરૂદ્વારા અને ઠાકર નો મહિમા થી એક વિશાળ મંદિર રબારી સમાજ નું હોય ગુજરાત મા પ્રખ્યાત છે
હાલ પણ મેઘસ્વામી મહારાજ નો ડેરખો માળા હાલ મોજુદ છે અને હાલ પણ કોઈ પણ ને હડકાયા કુતરા કરડવાથી આ માળા ને મંદિર ની છાસ મા ઝબોળી પ્રસાદી તરીકે પીવા થી કોઈ પણ ને હડકવા ઉપડતો નથી તે પ્રમાણ હજી સચવાયેલા છે એક હજું અકબંધ પરચો કહો તો પણ ચાલે
આ મંદિર થકી દૂધઈ ની બ્રાહ્મણી નદી ના કાંઠે શિવમંદિર બંધાવવામાં આવેલ છે મોટા મોટા વડ ની વનરાઈ વચ્ચે આ મંદિર મેઘેશ્વર મહાદેવ ના નામ થી નદી કિનારે શોભામાં વધારો કરે છે અને શ્રાવણ માસમાં અનેક ભક્તો ની આવન જાવન રહે છે દરરોજ રાત્રે મુળ ગામઠી ભાષામાં તળપદી ભાષા મા ભજનો સાંભળવા એ એક લ્હાવો છે
આ મંદિર ના સંતો સારા ભજનિક હતા તેમા ક્લાસિકલ ટ્રેનિંગ આજથી 45 વર્ષ પહેલાં લીધેલ હોય અને ભજન ના એક એક શબ્દ નું વર્ણન અને ભજનના તમામ પ્રકાર જાણનાર સાધુ નરોતમદાસજી અને સુખરામદાસજી હતા અને આકાશવાણી ના A ગ્રેડ ના કલાકારો હતા એ પછી પણ આકાશવાણી મા જેમના ભજનો હાલ સચવાયેલા છે તેવા ગોંવિદરામજી.. રામક્રિશ્નદાસજી.. સિતારામજી તો કેમ ભુલાય જેઓએ તો ગામમાં ભજન પરંપરા જીવીત રાખી છે
આજ થી 102 વર્ષે પહેલા વડવાળા મંદિર દૂધઈ ની ઘોડી નો પ્રથમ નંબર ધાંગધ્રાં સ્ટેટ ના ઘોડા હરિફાઈ મા આવેલ હતો અને તે સમયે અંગ્રેજો અને ધાંગધ્રાં દરબાર હસ્તે પ્રમાણ પત્ર એનાયત કરવામાં આવેલ તે મંદિર મા હાલ સચવાયેલા છે
અમારે હાલ ગામ વચ્ચે હનુમાન જી નું મંદિર આવેલ છે તે મંદિર ની તકતી ઉપરથી 197 વર્ષ પુર્ણ કરે છે હાલ પુજા અર્ચના હરીજન ભાઈઓ કરે છે અને ઝાલા અટક ના 10 ગામો ના હરીજન ભાઈઓ દાદા ને ઈષ્ટ માને છે અને લગ્ન પછી છેડાછેડી પણ અહીં છુટે છે તે હનુમાનજી મંદિર પણ જૂની બાંધણી મા હાલ સચવાયેલ છે
કબીર સંપ્રદાય ના એક ભક્ત થઈ ગયા કે જે પોતે કાઠી દરબાર અને ધાધલ અટક ના હતા જીવણા ભગત તેમની પણ પરચાની અનેક વાતો છે તેમની સમાધી બાજુનાં ગામ સરલા મા આવેલ છે અને આ ભગત રાજકોટ કબીર મંદિર સાથે સંકળાયેલા હતા તેમની વધારે વાત કબીર બીજ પ્રકાશ પુસ્તક રાજકોટ મા મળશે
પાળીયા ખાંભી નું આખું સ્મારક કહો તો પણ ચાલે તેવું આખી જાન ઉપર હુમલો થાય અને જાન ના તમામ એમા મૃત્યું પામે લડતા લડતા જેની ખાંભી ખોડાય હોઈ તેવું સ્થળ દૂધઈ ની ખારા ની જમીન થી ઓળખાતી જગ્યા જે ગઢડા ગામના સિમાડે છે જે હાલ ખારા વાળા દાદા થી ઓળખાય છે અને ખાંભલા અટક ના રબારી ના સુરાપુરા દાદા છે આ બનાવ સને. 1776 આજુબાજુ નો છે તે વિગતો ત્યાં બોર્ડ મા મુકી છે ખાસ ઢોલી પણ આ જાનમાં લડતા વિરગતી પામેલ તેની પણ ખાંભી છે અને કસુંબો પીવરાવવાની માનતા થાય છે થોડા વર્ષો મા આ જગ્યા નો પણ વિકાસ સારો થયો છે એકવાર માથું ટેકવવા જજો
ડુંગરાળ વિસ્તારમાં કુદરતી રહેણાંક હોય તેને ગામઠી ભાષામાં ખોપ કહે છે એક સાધુ રહેતા હોય માટે નામ પડ્યું ભારથીજી ની ખોપ બીજી છે ખોડીયાર મા ની ખોપ જેમા ભારથીજી ની ખોપ બહું નયનરમ્ય સ્થળ છે કુદરતી વાતાવરણ વચ્ચે હોય એકાંત માટે જવું હિતાવહ છે
દૂધઈ મા વસ્તી કાઠી દરબાર, કારડીયા રાજપૂત, રબારી, કોળી, હરિજન, સથવારા, બ્રાહ્મણ, વણિક, ખોજા, મિસ્ત્રી, વગેરે તમામ કોમ ના લોકોથી પંચરંગી છે
દૂધઈ મા પહેલો રાજ્યકક્ષાનો એવોર્ડ મળ્યો હોય તેમાં ભાગવતાચાર્ય ચંદ્રશેખર જોષી (હાલ જોરાવરનગર) તેઓ ભાગવત કથા ના સારા વક્તા હતા અને એવોર્ડ મેળવેલ ત્યાર પછી ગુજરાત મા નામનાહોય અને રામકથા ના વકતા વડવાળા મંદિર ના મહંત રામબાલકદાસજી જેઓ ની રામકથા ગુજરાત મા અવિરત ચાલું છે
લોકસાહિત્ય મા ગુજરાત મા નામ હોય તેવા દેવાયત ભાઈ ખવડ પણ હાલ અવિરત ડાયરા મા ચાલું છે આ ત્રણેય દુધઈ ના વતની છે તેનું ગામને ગૌરવ છે
દૂધઈ મા પક્ષીઓ ની ચણ માટે હજી પ્રભાતફેરી ચાલું છે ચબુતરા બે હજી પક્ષી ના કલબલાટ થી ગુંજી રહ્યા છે ગીર નસલ ની ગાયો વડવાળા મંદિર ની ગૌશાળા મા જોવા જેવી છે અને હરિહર નો સાદ 200 વર્ષ થી ચાલું છે
આઝાદી સુધી આજુબાજુ ના ગામોનું વેપાર બજાર ધરાવતું ગામ દુધઈ અને સને ૨૦૦૮ માં વડવાળા મંદિર આયોજીત રામકથા પૂ.મોરારીબાપુ ની યોજાઈ હતી તેમાં સમગ્ર ગુજરાતના કવિ લેખકો કથાકારો સંતો મહંતો આચાર્ય અને જગદગુરુ શંકરાચાર્ય નાં પગલાં થી પાવન ભુમી થયેલ ગામનાં નગરશેઠ અને શ્રેષ્ઠી એવાં બળવંતરાય મહેતા અને પ્રભાતફેરી અને ચબુતરા ની ચણ માટે નિત્યક્રમ બનાવેલ એવાં દેવસી ભાઈ ભગત અને ઈતિહાસ અને સ્થાપત્ય સાથે પાંચસો દુહા છંદ જેનાં કંઠસ્થ હોય એવાં જીલુભાઈ કરપડા અને સતત પચ્ચીસ વર્ષ સુધી સરપંચ પદે રહી ગામનાં વિકાસ કાર્યો કરવા તત્પર જેમલભાઈ નાનભા જાદવ કેમ ભુલાય! હાલ ત્રણ હજાર ની વસ્તી સામે બત્રીસ હજાર વૃક્ષો ને ઉછેરી તાલુકા માં પ્રથમ આ ગામ રહેલ છે ખનીજ સંપતિ પણ મુખ્યત્વે ધરાવે છે તેમાં કોલસો ફાયરકલે સિલીકાસ્ટોન સફેદ માટી જેવાં ખનીજ સંપતિ ભરપૂર માત્રામાં જોવા મળે છે અને સનતભાઇ મહેતા અને અરવિંદભાઈ આચાર્ય દ્વારા સિંચાઇ માટે પાંચ તળાવો સહિત વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં થી ખેડૂતો ખેતી માટે સિંચાઇ કરી મબલખ ઉત્પાદન મેળવે છે અને શાંતિપ્રિય સ્વભાવ ગામ ધરાવે છે જેમાં લોક સાહિત્યકાર દેવાયત ભાઈ ખવડ દ્વારા દુધઈ ગામને ગેઈટ નું નિર્માણ કરી "મેઘ સ્વામી મહારાજ પ્રવેશ દ્વાર" ભેટ આપેલ છે
*રામકુભાઈ કે કરપડા દુધઈ*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.