રાજકોટમાં જયંતિ સરધારા પર હુમલાના કેસમાં PI સંજય પાદરીયા પર નોંધાયેલા ગુનામાં મોટા સમાચાર - At This Time

રાજકોટમાં જયંતિ સરધારા પર હુમલાના કેસમાં PI સંજય પાદરીયા પર નોંધાયેલા ગુનામાં મોટા સમાચાર


રાજકોટમાં સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર પર PI સંજય પાદરીયાએ કરેલા હુમલા અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. સંજય પાદરીયા સામેની ફરિયાદમાં જયંતિ સરધારાએ પોતાની ઉપર પિસ્તોલ જેવા કોઈ હથિયાર વડે હુમલો થયાનું લખાવ્યું હતું. પરંતુ પોલીસ તપાસમાં સંજય પાદરીયા દ્વારા આ પ્રકારના કોઈ હથિયારનો ઉપયોગ નહીં થયાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત સંજય પાદરીયાએ પોતાની સામેની ફરિયાદમાં હત્યાના પ્રયાસની કલમ દૂર કરવા અરજી કરી હતી, જે અંગે આ અંગે ઝોન 2 DCP જગદીશ બાંગરવાએ નિવેદન આપ્યું હતું


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image