મનપાના પૂર્વ એટીપીઓ પાસેથી 65.97 લાખ રોકડા સહિત 75.21 લાખની અપ્રમાણસરની મિલકત મળી - At This Time

મનપાના પૂર્વ એટીપીઓ પાસેથી 65.97 લાખ રોકડા સહિત 75.21 લાખની અપ્રમાણસરની મિલકત મળી


1 એપ્રિલ 2014થી 3 જૂન 2024 દરમિયાન ભ્રષ્ટાચાર આચરીને કાળી કમાણી કર્યાનો પર્દાફાશ

રાજકોટ એસીબીએ ગુનો નોંધ્યો, વર્ગ 2ના અધિકારી અજય વેગડને ઝડપી લેવા શરૂ કરી કવાયત

રાજકોટમાં થયેલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની પોલીસ તપાસ ચલાવી રહી હતી ત્યારે તેની સાથોસાથ એસીબીએ પણ ઝંપલાવ્યું હતું અને મહાનગરપાલિકાના તત્કાલીન ટીપીઓ સાગઠિયા, તત્કાલીન ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂ અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબાના ભ્રષ્ટાચારનો ભાંડાફોડ થયો હતો. તપાસનો આ સિલસિલો ચાલુ રહ્યો હતો અને પૂર્વ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર વેગડ પાસે પણ તેની આવક કરતાં રૂ.75,21,093ની બેનામી મિલકત હોવાનું સ્પષ્ટ થતાં તેની સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image