કડાણા તાલુકાના સંઘરી ગામના ટીંબા ફળિયાના 200 જેટલી વસ્તી ધરાવતા લોકોને પાણી માટે વલખા - At This Time

કડાણા તાલુકાના સંઘરી ગામના ટીંબા ફળિયાના 200 જેટલી વસ્તી ધરાવતા લોકોને પાણી માટે વલખા


કડાણા તાલુકાના સંઘરી ગામના ટીમબા ફળિયા ના200 જેટલા પરિવારોને કાળઝાળ ગરમીમાં પીવાના પાણી ને લ ઈને લોકો ની ખરાબ પરિસ્થિતિ સંઘરી ગામના ટીબા ફળિયાની અંદર સો જેટલા મકાનની વસ્તી માં માત્ર એક જ હેન્ડ પંપ પરથી પાણી લેવા માટે નિર્ભર રહેલા છે. સવારે 8 વાગ્યાથી હેન્ડ પંપ ઉપર પાણી ભરવા માટે લાંબી કતારો જામે છે. એક કલાક પછી વારાફરતી પાણી ભરવાનો વારો આવતો હોય છે.જેમાં ગૃહિણીઓનો સમય બરબાદ થઇ તડકો વેઠી પાણી ભરી લાવે છે. સંઘરી ગામના ગામજનોને છેલ્લા બે માસથી પાણી માટે વલખાં મારવા પડતા હોય છે.

હેન્ડ પંપ પર માત્ર એક દેગડો પાણી મળતું હોય છે. મૂંગા પશુઓ અને ઘર વપરાશ માટે લોકો પાણી માટે વલખા મારવા પડે છે
સંઘરી ગામમાં ટીંબા ફળિયામાં 1જ હેડપંપહોવા છતાં તે હાલમાં બગડેલ અને બંધ હાલતમાં હતો જે ગામના જાગૃત નાગરીકે તેને રિપેર કરાવ્યો છે.અને ગામની અંદર ઉનાળાની શરૂઆત થતાંજ પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે. પાણી માટે સંઘરી ટીબા ફળીયામાં ગામની ગંભીર પરિસ્થિતિ સર્જાયેલી જોવા મળે છે.

આજ સુધી સંગરી ગામના ટીબા ફળિયામાં 200વસ્તી ધરાવતા ફળિયામાં પાણી પુરવઠા કે કોઈપણ સ્થાનિક નેતા કોઈ અમને સામું જોઈતું નથી સરકારે પાણીનિ વાસ્મો યોજના અંતર્ગત નળ તો આપી દીધા છે પરંતુ આજદિન સુઘી નળમાં પાણી નુ ટીપુંય નળ માં આવ્યું નથી નળ સે જળ યોજનાનો લાભ આજ દિન સુધી નથી મળ્યો અને નળ શોભા ના ગાંઠિયા સમાન જોવા મળી રહયા છે એક જ હેન્ડપંપ પર લાઈનમાં ઊભા રહીને સવારથી જ પાણી ભરવા માટે લાંબી કતારો જામતી હોય છે. આ બાબતની ગામના સરપંચ કે કોઈપણ અધિકારી ગ્રામજનો ની આ પાણી ની તકલીફ સાંભળવા તૈયાર હોય તેમ જણાતાં નથી.ગામમાં પાણી માટેની કોઇપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી નથી.ગામના રહીશોને પાણીનો મોટો પ્રશ્ન છે જો હેન્ડપંપ બગડી જાય કે પાણી બંધ થઈ જાય તો આખા ગામના ગ્રામજનોને તરસે મરવાનો વારો પણ આવી શકે છે. વહેલી તકે મૂંગાઢોરોને અને ગામનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થાય તેવી ગ્રામજનોની માંગ છે.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.