ધંધુકા અવાડાચોકમાં યોજાતો સાતમ- આઠમનો લોકમેળો ને મંજૂરી ન મળતાં બંધ રખાયો - At This Time

ધંધુકા અવાડાચોકમાં યોજાતો સાતમ- આઠમનો લોકમેળો ને મંજૂરી ન મળતાં બંધ રખાયો


ધંધુકા અવાડાચોકમાં યોજાતો સાતમ- આઠમનો લોકમેળો ને મંજૂરી ન મળતાં બંધ રખાયો

શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યાંરે શ્રાવણમાં ધંધુકા માં અવડા ચોકમાં લોકમેળા ભરાય છે. ત્યારે અમદાવાદ જીલ્લા ના ધંધુકા અવાડાચોકમાં યોજાતો સાતમ- આઠમનો લોકમેળો મંજૂરી ન મળતાં બંધ રખાયો હતો વર્ષો થી આલતા આખતે લોકોમેળાની મંજૂરી ન મળતાં લોકોની આસ્થાને પણ ઠેસ પહોંચી છે. બીજી તરફ આયોજકોએ રાઈડ્સ, સ્ટોલ અને નાના-મોટા વેપારીઓએ માલ-સામાન મૂકી દીધા બાદ મેળો ન યોજાતાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આમ તાલુકા અને શહેરની પ્રજાને મેળો ન દેખાતાં નિરાશા સાથે પરત ફરવું પડ્યું હતું.

ધંધુકામાં સાતમ-આઠમનો લોકમેળો સરકારી તંત્રની મંજૂરી
ન મળતાં વર્ષામાં પહેલી વખત બંધ રખાયો છે.આયોજકો દ્વારા તો રાઇડ્સ પણ ઉભી કરી દેવામાં આવી હતી. બાદમાં એસઓપીને લીધે જરૂરી કાગળીયા પૂરા ન પાડી શકતાં મંજૂરી આપવામાં આવી ન હતી. બીજી તરફ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતાં લોકોને આ વાતની ખબર ન હોવાથી તેઓને નિરાશા સાથે પરત ફરવું પડ્યું હતું.ધંધુકા નગરપાલિકા ના ચીફ ઓફિસર વિશાલ ચૌધરીએ જણાવ્યું હતું કે, એમને કોઈ NOC મળી ન હોવાથી અમે મેળા માટે દુકાનની હરાજી કરી નથી.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.