પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પામોલ હેઠળ આવતા ખરોડ ગામે ચાંદીપુરમ રોગના માટે મેથોલિયા ને દવાનો છંટકાવ કરાવ્યો - At This Time

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પામોલ હેઠળ આવતા ખરોડ ગામે ચાંદીપુરમ રોગના માટે મેથોલિયા ને દવાનો છંટકાવ કરાવ્યો


*મહેસાણા જિલ્લામાં આવેલું વિજાપુર તાલુકાના પામોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થી ખરોડ ગામમાં આજરોજ તારીખ 23/7/2024 ના રોજ પેટા આરોગ્ય કેન્દ્ર ખરોડ ના સ્ટાફ દ્વારા તાજેતરમાં જોવા મળતા ચાંદીપુરમ રોગ વિશે ખરોડ પે પ્રાથમિક શાળા, દોલતપુરા પ્રા શાળા ૨ માં આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું. જેમાં બાળકોને ચાંદીપુરા રોગ શેના ના લીધે થાય છે અને આ રોગ સામાન્ય રીતે 0 થી 14 વર્ષના બાળકોમાં જોવા મળે છે તેમજ તેનું ઉત્પત્તિ સ્થળ કયું છે તે વિશે સમજ આપી.તેમાં જોવા મળતા લક્ષણો જેવા કે બાળકને સખત તાવ આવવો, ઝાડા થવા, ઉલટી થવી, ખેંચ આવવી કે બેભાન થવું તે વિશે સમજાવ્યું અને આ રોગથી બચવા માટેના ઉપાયો વિશે માહિતી આપી. તેમજ ગામ પંચાયત માં પોસ્ટર લગાવી ને iec કરેલ ગામ લોકો માં ને સેન્ડ ફલાય અટકાવવા માટે ના જરૂરી પગલાં અને ચાંદી પુરા થી બચવા માટે ના વિવિધ ઉપાયો વિશે જાણકારી આપવામાં આવી હતી ચાંદી પુરા વાયરસ થી નાના બાળકો વધારે પ્રભાવિત થતા હોવાથી બોળકો ને વધારે સુરક્ષિત રાખવા માં પણ ઉપાય જણાવ્યા હતા આ તકે તમાલ ગામજનો દ્રારા પ્રાથમિક આરોગ્ય પેટા કેન્દ્ર ખરોડ ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ગામ ની આજુબાજુ દેખરેખ હેઠળ આવતા ખરોડ પેટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેલેરીયા વિભાગ ના સાહેબ દિલીપભાઈ ખૂબ સરસ રીતે માહિતી આપી હતી
રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર ખરોડ મો 9998240170
SC- ખરોડ
PHC- પામોલ


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.