હાટી ક્ષત્રીય સમાજના આગેવાન ને સૌ પ્રથમ જૂનાગઢ જિલ્લા પંચાયત માં કારોબારી ચરમેન તરીકે મળ્યું સ્થાન - At This Time

હાટી ક્ષત્રીય સમાજના આગેવાન ને સૌ પ્રથમ જૂનાગઢ જિલ્લા પંચાયત માં કારોબારી ચરમેન તરીકે મળ્યું સ્થાન


તાજેતર માં જૂનાગઢ જીલ્લા પંચાયત અઢીવર્ષનિ ટર્મ પુરી થતા બાકીના અઢી વર્ષની ટર્મ માટે હાટી ક્ષત્રીય સમાજના શાંત સરળ અને સુંદર સ્વભાવ વાળા નાના મોટા લોકોને હર હમેશ ઉપયોગી થતા અને ગરીબોના બેલી એવા માળીયા હાટીના જીલ્લા પંચાયતના સભ્ય દિલીપસિંહ સીસોદીયા ને જુનાગઢ જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન તરીકે વરણી કરતા માળીયા હાટીના તાલુકામાં ખુશીનો માહોલ

ગત અઢી વર્ષની ટર્મ માં દિલીપસિંહ સીસોદીયા બાંધકામ સમિતિના ચેરમેન બન્યા હતા તે સમયે ખુબજ સારી કામગીરી બજાવી હતી ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ તે કામગીરી નોંધ લેતા ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ફરી વખત સારી કામગરી કરવા માટે કારોબારી ચેરમેન નો તાજ આપ્યો છે

માળીયા હાટીના જીલ્લા પંચાયતના સદસ્ય દિલીપસિંહ સીસોદીયાને કારોબારી ચેરમેન થતા તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા, તાલુકા ભાજપ પ્રમુખ રાજેશ ભાલોડિયા, સરપંચ જીતુભાઇ સીસોદીયા, તાલુકા પંચાયત સદસ્ય જીવાભાઈ સીસોદીયા, લક્ષ્મણભાઇ વીરડી વાળા સહિતના આગેવાનો કાર્યોકરોએ શુભેચ્છાઓ પાઠવી હતી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.