જસદણ તાલુકામાં મગફળી ખરીદી કરવા માટે સીસીઆઇ અને ગુજકો માસોલ દ્વારા મગફળી ખરીદી કેન્દ્ર 3 ની શરુઆત - At This Time

જસદણ તાલુકામાં મગફળી ખરીદી કરવા માટે સીસીઆઇ અને ગુજકો માસોલ દ્વારા મગફળી ખરીદી કેન્દ્ર 3 ની શરુઆત


જસદણ તાલુકામાં મગફળી ખરીદી કેન્દ્ર 1 અને 2 ચાલુ કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતોની મગફળીની ખરીદી મર્યાદિત સંખ્યામાં લેવામાં આવતી હતી. અને આ મગફળીની ખરીદી માટે ખેડૂતોની સંખ્યામાં વધારો થાય અને મગફળી વેચાણ માટે કરાવેલ રજીસ્ટ્રેશનમાં તમામ ખેડૂતોને મગફળીના પૂરતા પ્રમાણમાં ભાવ મળી શકે તે માટે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, સાંસદ સભ્ય પરસોત્તમભાઈ રૂપાલા, અને જયેશભાઈ રાદડિયા ને રજૂઆત કરવામાં આવેલી હતી. જે અનુસંધાને જસદણ તાલુકામાં મગફળી ખરીદી કેન્દ્ર 3 ની શરૂઆત આજથી વિછીયા રોડ પર આવેલા ભરત જીનથી કરવામાં આવી છે. તે બદલ સૌ ખેડૂતોએ આભાર વ્યક્ત કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.