ગાંધીનગર - આજે 80 તાલુકામાં વરસાદ, હવામાને વધુ મુસળધાર વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડ્યો કેટલો વરસાદ - At This Time

ગાંધીનગર – આજે 80 તાલુકામાં વરસાદ, હવામાને વધુ મુસળધાર વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડ્યો કેટલો વરસાદ


ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે બપોરે 12 વાગ્યા સુધીમાં 80 તાલુકાઓમાં વરસાદ ખાબકી ચૂક્યો છે. ત્યારે વધુ વરસાદની આગાહી આજે હવામાન વિભાગે કરી છે. અમદાવાદ, રાજકોટમાં તેમજ સૌરાષ્ટ્રના અન્ય 5 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

મોન્સુન ટર્ફના કારણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. માછીમારોને દરીયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે.  65 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદની શક્યતા. ગુજરાતમાં સિઝનનો 65 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. 

જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ 

માંગરોળ 11.3 - ઈંચ
માળીયાહાટી - 7 ઈંચ
વાપી - 4 ઈંચ  
કેશોદ - 3.6 ઈંચ 
સોજિત્રા - 3.4 ઈંચ 
જૂનાગઢ - 3 ઈંચ 
ઉમરેઠ - 3 ઈંચ
આણંદ - 2 ઈંચ 
ડેસર - 5 ઈંચ
સુત્રાપાડા - 3 ઈંચ 
તારાપુર - 2.5 ઈંચ 
હાંસોટ - 2 ઈંચ
વંથલી - 2 ઈંચ

આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે
હવામાન વિભાગના ડીરેક્ટર મનોરમા મોહંતી અનુસાર ભરુચ,વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, નર્મદા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, અમરેલીસ ખેડા, અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

આ વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી
ઉત્તર ગુજરાતમાં સામાન્ય તેમજ ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેશે. અમદાવાદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તેમ હવામાન વિભાગ તરફથી સૂચિંત કરાયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.