રાજકોટ લોકસભાની ચૂંટણી માટે EVM તૈયાર; સરકારી કર્મચારીઓનું 55%થી વધુ બેલેટથી મતદાન
રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી માટે તમામ ઈવીએમ (વોટીંગ મશીન) તૈયાર કરી દેવામાં આવેલ છે. બેંગ્લોરની બેલ કંપનીના ઈજનેરોની ટીમ દ્વારા ઈવીએમ કમિશનીંગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.
રાજકોટ લોકસભા બેઠક વિસ્તારના 2236 બુથ માટે 3602 બીયુ, 2976 સીયુ અને 3489 વીવીપેટ તૈયાર કરી દેવામાં આવેલ છે. તમામ ઈવીએમ મશીનમાં ઉમેદવારોના નામના બેલેટ પેપરો સેટ કરી દેવામાં આવેલ છે. ઈવીએમ કમિશનીંગની કામગીરી ઈજનેરોની ટીમ દ્વારા પૂર્ણ કરી દેવાતા હવે આગામી તા.6ના રોજ સવારથી રાજકોટ લોકસભા બેઠક વિસ્તારના તમામ 2236 મતદાન મથકો ઉપર વિધાનસભા વિસ્તારોમાં ડીસ્પેચીંગ સેન્ટરો પરથી સજજડ સુરક્ષા બંદોબસ્ત સાથે વોટીંગ મશીનો (ઈવીએમ) રવાના કરવામાં આવશે.
દરમ્યાન આ મામલે જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીની મોટાભાગની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જેમાં ઉમેદવારોના નામના બેલેટ પેપર સાથે ઈવીએમ તૈયાર કરી દેવામાં આવેલ છે. તેની સાથોસાથ ચૂંટણી સ્ટાફની તાલીમનું પણ સમાપન થવા પામેલ છે.
હાલ લોકસભા બેઠકની આ ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તેના પર લક્ષ કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. અહીં એ ઉલ્લેખનીય છે કે રાજકોટ લોકસભા બેઠક વિસ્તારમાં ફરજ પર તૈનાત કરાયેલા સરકારી કર્મચારીઓ માટે ગત તા.26થી બેલેટ પેપરથી મતદાનનો પ્રારંભ કર્યો હતો. જેમાં 13000 કર્મચારીઓમાંથી અત્યાર સુધીમાં 6600થી વધુ કર્મચારીઓએ બેલેટ પેપરથી મતદાન કયુર્ં છે.
વિધાનસભા વિસ્તારવાઈઝ કર્મચારીઓના તાલીમના સ્થળ પર બેલેટ પેપરથી મતદાનની આ પ્રક્રિયા કરવામાં આવી હતી. હવે એઆરઓ (આસી.રીટર્નીંગ ઓફિસર)ની કચેરીમાં આગામી તા.3 સુધી આ સરકારી કર્મચારીઓ માટે બેલેટ પેપરથી મતદાનની કામગીરી થશે. સરકારી કર્મચારીઓનું અત્યાર સુધીમાં 55%થી વધુ મતદાન થવા પામેલ છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.